મોરબીમાં પુસ્તક પરબ ખાતે બાળસાહિત્યકાર કવિ સંગી નું કરાયું સન્માન
Morbi Today
મોરબીમાં મોચી સમાજ દ્વારા સમૂહલગ્ન યોજાયા
SHARE






મોરબીમાં મોચી સમાજ દ્વારા સમૂહલગ્ન યોજાયા
મોરબીમાં જાગા સ્વામી મિત્ર મંડળ દ્વારા મોચી સમાજના પાંચમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે આ સમૂહલગ્ન યોજાયા હતા જેમાં ચાર યુગલોએ સંતો મહંતો તેમજ આગેવાનો સહિતનાઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડ્યા હતા આ સમૂહ લગ્નોત્સવમાં બગથળા નકલંક મંદિરના મહંત દામજીભગત, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રદીપભાઇ વાળા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. અને દાતાઓના સહયોગથી આ સમૂહલગ્નમાં દીકરીઓને અનેક વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. અને સમૂહલગ્નના કાર્યક્રમમાં સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા.


