મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈની હાજરીમાં સમસ્ત કોળી સમાજ સુધારક સેવા મંડળ દ્વારા સમૂહલગ્ન યોજાયા
SHARE






મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈની હાજરીમાં સમસ્ત કોળી સમાજ સુધારક સેવા મંડળ દ્વારા સમૂહલગ્ન યોજાયા
મોરબીમાં કલેક્ટર ઓફિસની પાછળના ભાગમાં આવેલ ગ્રાઉન્ડમાં સમસ્ત કોળી સમાજ સુધારક સેવા મંડળ દ્વારા પાંચમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ટંકારાના ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરીયા, માજી ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા તેમજ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન મેરામભાઈ વિઠલાપરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે સેવા સમાજ સુધારકના પ્રમુખ પરસોત્તમ સાબરીયાએ કહ્યું હતું કે, મધ્યમ પરિવારના લોકોને લગ્નમાં ખોટા ખર્ચા ન કરવા પડે અને તેની બચતની રકમનો ઉપયોગ શિક્ષણ માટે કરવામાં આવે તે માટે આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તો કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે, આવા સમૂહલગ્નમાં વધુમાં વધુ પરિવારોને જોડાવવું જોઈએ. અને દાતાઓએ સેવાના કામમાં સહયોગ આપવો જોઈએ.


