મોરબી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન-સમાજવાડીનું ખાતમુર્હત કરાયું
SHARE






મોરબી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન-સમાજવાડીનું ખાતમુર્હત કરાયું
મોરબીના રવાપર લીલાપર કેનાલ રોડ ઉપર તાજેતરમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન અને સમાજવાડીનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું ત્યારે ધર્મગુરુ ઉપરાંત સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નીર્માહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી બાપુ, (દૂધરેજધામ) હાજર રહયા હતા તે ઉપરાંત ૧૦૦૮ મહામંડલેશ્વર રામબાલકદાસ બાપુ (દૂધઈધામ) અને બંસીદાસ બાપુ મેસરિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, જીતુભાઈ સોમાણી, માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજા, માજી સાંસદ મોહનભાઇ કુંડારિયા અને માજી મંત્રી જયંતિભાઈ કવાડીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના પ્રમુખ હીરાભાઈ ટમારિયા તેમજ વાલાભાઈ રબારી, મહેશભાઇ રબારી, કાનાભાઇ રબારી, રમેશભાઈ રબારી, ભગવાનજીભાઇ રબારી અને ધારાભાઇ રબારી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.


