મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા  દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ


SHARE









મોરબીની શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા  દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ

મોરબીમાં આવેલ શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા દ્વારા  રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને શાળા કેમ્પસમાં શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડના સહયોગથી તથા વિજ્ઞાન શિક્ષક પ્રજ્ઞેશભાઈ આદ્રોજાના માર્ગદર્શનથી ધો. 6  થી 8 ના બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિજ્ઞાન વિષયમાં રસ અને રુચિ વધે એવી રસપ્રદ પ્રવૃત્તિ રજૂ કરવામાં આવી હતી જેમાં અદ્રશ્ય અક્ષરને દ્રશ્યમાન બનાવવા, પાણીના પૃષ્ઠતાણને  લગતા જાદુઈ પ્રયોગ, દ્રષ્ટિભ્રમ, પ્રકાશનું પરાવર્તન વિગેરે રજૂ કરવામાં આવ્યું હતું. અને તકે શાળાના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો અને પ્રયોગો નિહાળ્યા હતા. આ કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ભાગ લીધેલ તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.




Latest News