મોરબી એલ.ઈ.કોલેજમાં સ્વચ્છતા હી સેવા-રકતદાન મહાદાન વિષયનો સેમીનાર યોજાયો
SHARE






મોરબી એલ.ઈ.કોલેજમાં સ્વચ્છતા હી સેવા-રકતદાન મહાદાન વિષયનો સેમીનાર યોજાયો
મોરબી એલ.ઈ.કોલેજ ખાતે "સ્વચ્છતા હી સેવા" અને "રકતદાન મહાદાન" વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને એન.એન.એસ.યુનિટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને સંસ્થાના ડો. આર.એન રાઠોડ તેમજ ડો. કે.બી.વાઘેલા તથા એન.એસ.એસ. યુનિટ કો- ઑરડીનેટરે મોરબીને સ્વચ્છ અને નિર્મળ કઈ રીતે બનાવી શકાય તેની માહિતી આપેલ હતી. ત્યારબાદ રતિભાઈ ભાલોડીયાએ રકતદાન એ મનુષ્ય જીવનની પ્રાથમિક અને નૈતિક ફરજ છે તેના વિષેની વાત કરી હતી. આ કાર્યક્રમને અંતે સંસ્થાના ડો.એન.એમ.ભટૃ, આચાર્ય ડો. આર.કે. મેવાડા વિગેરેએ પોતાના વિચારોને રજૂ કર્યા હતા


