માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનમાં હોદેદારોની વરણી કરાઇ મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા ન માત્ર ગુજરાત પણ દેશમાં એક માત્ર મોરબીમાં રસગરબા અને અબીલ ગુલાલની છોડ વચ્ચે થાય છે ધામધુમથી હોલીકાના લગ્ન હળવદની ટીકર ચોકડી પાસેથી દારૂની 214 બોટલ તથા 12 બિયરના ટીન ભરેલ કાર સાથે મોરબીના એક શખ્સની ધરપકડ ટંકારાના જીવાપર અને સરૈયા ગામ નજીક દારૂની બે રેડ: 94 બોટલ દારૂ અને 93 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના લીલાપર ગામે નદીના કાંઠેથી 700 લીટર રાખો 450 લીટર દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર મધરાતે તલવાર-છરી વડે હુમલો: ત્રણ મહિલા સહિત સાત સામે ફરિયાદ


SHARE











વાંકાનેરના તીથવા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર મધરાતે તલવાર-છરી વડે હુમલો: ત્રણ મહિલા સહિત સાત સામે ફરિયાદ

વાંકાનેરના તીથવા ગામે ધાર વિસ્તારમાં રહેતા યુવાનના મોટાભાઈના ઘરે રહેતા વ્યક્તિ સાથે ગાળા ગાળી કરનારાઓને ગાળો બોલવાની યુવાને ના પાડી હતી જેથી મહિલાઓ સહિતના ઉશ્કેરાઈ ગયા હતા અને યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં ત્રણ મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓ તેઓના ઘરે આવ્યા હતા અને વસીમશા અને મહમદશા ક્યાં છે તેવું પૂછ્યું હતું ત્યારે ફરિયાદી યુવાને મને કંઈ ખબર નથી તેવું કહેતા તેના ઉપર તલવાર અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો તેમજ તેના બહે, બનેવી અને કાકીને મારમાર્યો હતો જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ધાર વિસ્તારમાં રહેતા આરીફભાઈ દિલાવરશાભાઈ શાહમદાર (24)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માહિરભાઈ, નસીમબેન, કરિશ્માબેન, સુનેહરાબેન, અયુબભાઈ ગામેતી રહે. તમામ ગોંડલ ધાર તાલુકો ગોંડલ અને અજાણ્યા બે શખ્સો આમ કુલ મળીને સાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી જણાવ્યું છે કે તેને ઘર પાસે તેના મોટાભાઈના ઘરમાં રહેતા વસીમશા અકબરશા સાથે માહિરભાઈ, નસીમબેન, કરિશ્માબેન અને સુનેહરાબેન ગાળા ગાળી કરતા હતા અને ફરિયાદી યુવાન ત્યાં બાજુમાં રહેતો હોય તેણે ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં તમામ આરોપીઓ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને દરવાજો ખટખટવતા ફરિયાદી તેના ઘરની બહાર આવતા તેના મોટાભાઈના ઘરમાં રહેતા વસીમશા અને મહમદશા ક્યાં છે તેમ પૂછતા યુવાને કહ્યું હતું કે “મને ખબર નથી” જેથી અયુબભાઈ ગામેતીએ તેના હાથમાં રહેલ તલવાર વડે યુવાનને માથામાં માર મારીને ઇજા કરી હતી તેમજ માહીરભાઈએ તેના હાથમાં રહેલ છરી વડે યુવાનને ડાબા હાથમાં તથા સાથળના ભાગે માર મારીને ઈજા કરી હતી અને અજાણ્યા શખ્સે ધોકા વડે ડાબા હાથના કાંડામાં માર મારીને ઈજા કરી હતી. આટલું જ નહીં ફરિયાદીના બહેનને લાકડીના ધોકા વડે માર મારીને ઇજા કરી હતી તેમજ તેના બનાવીને પણ ધોકા વડે તથા ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ફરિયાદી યુવાનો ભાગીને મસ્જિદ તરફ જતા માહિરભાઈ, અયુબભાઈ તથા અજાણ્યા બે શખ્સો તેની પાછળ દોડીને ગયા હતા ત્યારે ફરિયાદીને પકડીને વસીમશા અને મહમદશા ક્યાં છે તે કહી દે નહીંતર જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી અને આ શખ્સો થાર અને ઇકો ગાડી તેમજ સ્કૂટર અને બાઈકમાં આવ્યા હતા અને ફરિયાદીના કાકા કાકી સામે આવતા હોય આરોપીઓએ ફરિયાદીના કાકીને લાકડાનો ધોકો મારીને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલ યુવાન સહિતના ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાની નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.








Latest News