મોરબી મહાપાલિકામાં જન્મ-મરણના દાખલો કઢાવવો એટ્લે લોઢના ચણા ચાવવા: ટોકન મળે તો પણ દાખલો મળશે તેની ગેરંટી નહીં !
SHARE






મોરબી મહાપાલિકામાં જન્મ-મરણના દાખલો કઢાવવો એટ્લે લોઢના ચણા ચાવવા: ટોકન મળે તો પણ દાખલો મળશે તેની ગેરંટી નહીં !
મોરબી મહાપાલિકા અસ્તિત્વમા આવી તેને બે મહિના કરતાં વધુનો સમય વીતી ગયેલ છે જો કે, લોકોની મુશ્કેલીમાં વધારો થયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે કેમ કે, મહાપાલિકામાંથી જન્મ મરણનો દાખલા કઢાવવા માટે લોકો વહેલીલ સવારે ચારથી પાંચ વાગ્યામાં આવીને લાઇનમાં ગોઠવાઈ છે ત્યારે તેઓને માંડમાંડ ટોકન મળે છે જો કે, ટોકન મળી ગયા પછી પણ દાખલો મળશે કે કેમ તે નિશ્ચિત હોતું નહીં કેમ કે, સર્વરના ધાંધીયા હોવાના લીધેલ દાખલા નીકળતા નથી અથવા તો નીકળવામાં વાર લાગે છે જેથી મહાપાલિકામાંથી જન્મ મરણનો દાખલા કઢાવવો લોકો માટે લોઢના ચણા ચાવવા સમાન બની ગયેલ છે.
મોરબી મહાપાલિકા બનાવવામાં આવી ત્યાર બાદ કામનું વિભાજન કરીને લોકોની કામ ઝડપથી કરવામાં આવે તેના માટે મોરબીના રેલ્વે સ્ટેશન રોડે આવેલ રેન બસેરામાં તાત્કાલિક સિટી સિવિક સેન્ટર બનાવવામાં આવ્યું છે અને ત્યાં હાલમાં જન સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે ત્યાંથી લોકોને જન્મ મરણના દાખલા કાઢી આપવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે જો કે, છેલ્લા ઘણા દિવસથી લોકોને વહેલી સવારે ચારથી પાંચ વાગ્યામાં આવીને સિટી સિવિક સેન્ટર ખાતે લાઈનો લગાવે છે અને એક નહીં પરંતુ ત્રણથી ચાર ધક્કા ખાઇ પછી તેઓને દાખલા મળે તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે.
હાલમાં જે લોકો વહેલી સવારે સિટી સિવિક સેન્ટર ખાતે લાઇન લગાવી રહ્યા છે તેઓની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, દાખલો કઢાવવા માટે થઈને લોકોને ટોકન આપવામાં આવે છે અને તે ટોકન લેવા માટે ફરજીયાત વહેલી સવારે લાઇનમાં રહેવું પડે છે કેમ કે, મહાપાલિકાના સ્ટાફ દ્વારા 100 જ ટોકન આપવામાં આવે છે જો કે, દરરોજ 150 થી 200 જેટલા લોકો જન્મ મરણના દાખલા લેવા માટે આવે છે અને લાઈનમાં ઉભા રહે તો પણ તેને ટોકન મળતા નથી જેથી કરીને લોકોને પરાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
મોરબીમાં આવેલ સિટી સિવિક સેન્ટર ખાતે આજે વહેલી સવારથી જ અરજદારો જન્મ-મરણના દાખલા માટે લાઇનમાં ઊભા રહી ગયા હતા અને રાબેતા મુજબ નવ વાગ્યા પછી લોકોને ટોકન આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને લોકોના કહેવા મુજબ જો સર્વર યોગ્ય રીતે કામ કરે તો તેઓના જન્મ મરણના દાખલા તેમણે મળી જશે નહીં તો છેલ્લા સપ્તાહમાં સર્વરના ધાંધીયા હોવાના લીધે લોકો વહેલી સવારે પોતાનો કામ ધંધા મૂકીને લાઈનમાં ઊભા હતા તો પણ તેઓને દાખલા મળ્યા ન હતા જેથી કરીને આજે સવારે તેઓ જન્મ મરણના દાખલા લેવા માટે પાછા આવ્યા છે અને લાઇનમાં ગોઠવાયેલ છે.
મોરબીના જુદાજુદા વિસ્તારમાંથી લોકો વહેલી તકે જન્મ મરણનો દાખલા મળી જાય તે માટે થઈને સવારે ચારથી પાંચ વાગ્યામાં આવી જાય છે અને ત્યાર બાદ તેઓને ટોકન આપીને પછી સિટી સિવિક સેન્ટર ખાતે બેસાડવામાં આવે છે અને એક દાખલો કાઢતા જો સર્વર સાથ આપે તો સરેરાશ 10 મિનિટ જેટલો સમય લાગે છે જેથી કરીને કેટલાક લોકોને ટોકન આપીને પછી બપોરે ત્રણ, ચાર કે પાંચ વાગ્યે આવવા માટેનું કહેવામા આવે છે જેથી કરીને સવારે ટોકન લેવા માટે હેરાન થવાનું અને ત્યાં પછી પણ સાંજ સુધી દાખલો મળશે કે કેમ તે નિશ્ચિત હોતું નથી અને વારંવાર ધક્કા ખાઈ ત્યારે લોકોને જન્મ મરણના દાખલા મળે છે જેથી યોગ્ય કાર્યવાહી મહાપાલિકાના અધિકારી દ્વારા કરવામાં આવે અને વધારાની કીટ મૂકીને ઝડપથી કામ કરવામાં આવે તેવી લોકોની માંગ છે.


