મોરબીમાં ઘરમાંથી ૧૨૦ બોટલ દારૂ સાથે બે શખ્સની ધરપકડ: ૧.૨૪ લાખનો મુદામાલ કબજે
SHARE






મોરબીમાં ઘરમાંથી ૧૨૦ બોટલ દારૂ સાથે બે શખ્સની ધરપકડ: ૧.૨૪ લાખનો મુદામાલ કબજે
મોરબીના રણછોડનગરમાં રહેતા શખ્સનાં ઘરે દારૂ હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદીજુદી બ્રાન્ડની કુલ મળીને ૧૨૦ બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ, સ્કૂટર, બે મોબાઈલ મળીને ૧.૨૪ લાખથી વધુનો મુદામાલ કબજે કરીને બે શખ્સની ધરપકડ કરેલ છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશને ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી બી ડિવિઝનના પીઆઇ એન.એ.વસાવા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા ત્યારે સંજયભાઇ દિલીપભાઇ અને વિપુલભાઇ ગગુભાઇને ખાનગી હકીકત મળી હતી જેના આધારે આધારે રણછોડ નગરના રહેતા મેહબુબભાઇ ઉર્ફે મેબલો સુલેમાનભાઇ સુમરાના રહેણાક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૨૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૮૧,૨૦૭ નો દારૂનો જથ્થો તેમજ સ્કૂટર નંબર જીજે 36 એકે 7055 જેની કિંમત ૩૫,૦૦૦ અને બે મોબાઈલ જેની કુલ કિંમત ૧૦,૦૦૦ આમ કુલ મળીને ૧,૨૪,૨૦૭ નો મુદામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી પોલીસે આરોપી મેહબુબભાઇ ઉર્ફે મેબલો સુલેમાનભાઇ સુમરા (૩૧) રહે. રણછોડનગર જલારામ પાર્ક પાછળ મોરબી અને સંજયભાઇ ચંદુભાઇ પરેસા (૨૪) રહે. ભારત જીનની સામે મફતીયાપરા લાઇન્સ સ્કુલની પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સાગરભાઇ કાંતીલાલ પલાણ રહે. જલારામ એપાર્ટમેન્ટ સેન્ટમેરી સ્કુલની પાછળ મોરબી વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી પીઆઇ એન.એ.વસાવા તેમજ જગદિશભાઇ જીવણભાઇ, રાજેશભાઇ નરસંગભાઇ, જયપાલભાઇ જેસીંગભાઇ, વિપુલભાઇ ગગુભાઇ, ભાવેશભાઇ કનુભાઇ, સંજયભાઇ દિલીપભાઇ, સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ, રાજપાલસિંહ રામદેવસિંહ, દેવાયતભાઇ રાઠોડ તથા પ્રિયંકાબેન ગૌતમભાઇ વિગેરેએ કરી હતી.


