મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળિયા (મી)માં લોકોને સારી સુવિધા માટે છેલ્લા ઘણા દિવસોથી ઉપવાસ કરતાં ઉપવાસીની તબિયત લથડતા સારવારમાં


SHARE













માળિયા (મી)માં લોકોને સારી સુવિધા માટે છેલ્લા ઘણા દિવસોથી ઉપવાસ કરતાં ઉપવાસીની તબિયત લથડતા સારવારમાં

માળિયા મિયાણામાં સુવિધા માટે છેલ્લા ઘણા દિવસોથી ઝુલ્ફીકાર સાધવાણી ઉપવાસ કરી રહ્યા હતા તેની ગઇકાલે મોડી સાંજે તબિયત ખરાબ થઈ હતી જેથી તેને બેભાન અવસ્થામાં મોરબી સિવિલમાં લઈને આવ્યા હતા અને તંત્ર તરફથી તેની કોઈ નોંધ લેવામાં નથી જેથી કરીને માળીયાના લોકોમાં રોષની લાગણી છે અને લોકશાહીમાં લોકોને સુવિધા માટે પરેશાન થવું પડે છે યોગ્ય નથી તેવી મોરબીમાં રહેતા કાન્તિલાલ બાવરવાએ જણાવ્યુ છે.

મોરબી જીલ્લાનાં માળીયા (મીં) શહેરનાં મુખ્ય પાયાનાં પ્રશ્નો માટે ઊપવાસ આંદોલન કરી રહેલ આંદોલનકારી યુવાન ઝુલ્ફીકાર સાધવાણીની તબિયત લથળતા તેમને મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે ICU વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ કાલરીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતનાં આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા અને તેમની માંગણીને લઈને હવે મોરબી જીલ્લા કલેક્ટર સાથે કોંગ્રેસનાં આગેવાનો ચર્ચા કરશે તેવું કોંગ્રેસનાં આગેવાનોએ જણાવ્યુ છે.




Latest News