વાંકાનેરની રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળામાં નેશનલ સાયન્સ ડે ઉજવાયો
વાંકાનેર પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી ગુપ્ત મતદાન કરાવવા ચૂંટાયેલ સભ્યોની માંગ
SHARE






વાંકાનેર પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી ગુપ્ત મતદાન કરાવવા ચૂંટાયેલ સભ્યોની માંગ
વાંકાનેર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી થવાની છે તેમાં ગુપ્ત મતદાન કરાવવા માટે પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ માંગ કરી છે અને તેના માટેની લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે
વાંકાનેર પાલિકાની ચુંટણીમાં ચૂંટાયેલ કોંગ્રેસનાં પાંચ સહિત કુલ 6 સભ્યોએ ચુંટણી અધિકારી વાંકાનેર પાલિકા અને પ્રાંત અધિકારી વાંકાનેરને લેખિતમાં રજૂઆત કરી છે કે, પાલિકાની મધ્યસત્ર ચુંટણી તાજેતરમાં યોજાઇ હતી અને હવે પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી તા. ૫ માર્ચના રોજ યોજાનાર છે જે ચુંટણી પ્રક્રિયા ગુપ્ત મતદાન પ્રક્રિયાથી કરાવવામાં આવે તે જરૂરી છે કેમ કે, મતદારો તરીકે જાહેરમાં મતદાન કરતા પાલિકાના ચૂંટાયેલા સભ્યોને ડર લાગે છે.
વધુમાં જણાવ્યુ છે કે, મતદાર તરીકે ચૂંટાયેલ સભ્યનો નિર્ણય જાહેર થતા તેના ઉપર અને તેના પરિવારને શારીરિક કે અન્ય નુકશાન પહોંચી શકે છે. જેથી ચુંટણી ગુપ્ત મતદાન પ્રક્રિયાથી કરાવવામાં આવે અને મતદારો કોઈપણ પ્રકારના ભય કે લોભ લાલચ વગર સ્વેચ્છાએ મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવાની માંગ કરી છે તેમજ ચુંટણી સમયે ચુંટણીપંચ દ્વારા અધિકૃત અધિકારીઓ, કર્મચારીઓ અને ચૂંટાયેલા સદસ્યો સિવાય કોઈપણ વ્યક્તિ પરિસરમાં પ્રવેશ ન કરી શકે તેવી પણ માંગ કરી છે


