મોરબીના શકત શનાળામાં કચરો લેવા માટે ડોર ટુ ડોર વાહનની વ્યવસ્થા કરવા માંગ
મોરબીમાં ઘરમાંથી 14.7 તોલા સોનાના દાગીના અને રોકડ સહિત 13.40 લાખના મુદામાલની ચોરી કરનાર બે સગાભાઇની ધરપકડ, મહિલાની શોધખોળ
SHARE






મોરબીમાં ઘરમાંથી 14.7 તોલા સોનાના દાગીના અને રોકડ સહિત 13.40 લાખના મુદામાલની ચોરી કરનાર બે સગાભાઇની ધરપકડ, મહિલાની શોધખોળ
મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા આધેડના મકાનનું કામ ચાલુ હોય તેમણે પોતાના ઘરની સામેના ભાગમાં એક મકાન ભાડે રાખ્યું હતું અને ત્યાં પોતાનો માલ સામાન રાખ્યો હતો. જોકે ભાડે રાખેલ મકાનના માલિકે તેનું મકાન ખાલી કરવા કહ્યું હતું જેથી મોટાભાગનો માલ સામાન આધેડે પોતાના ઘરની અંદર ટ્રાન્સફર કરી દીધો હતો જો કે, કિંમતી મુદામાલ અને રોકડ રૂપિયા જે મકાન ભાડે રાખ્યું હતું ત્યાં રાખ્યો હતો અને આ મકાન જ્યારે ખાલી કરીને પાડવાનું શરૂ કર્યું હતું ત્યારે ત્યાં રોકડા રૂપિયા 3.20 લાખ તથા 14 તોલા 7 ગ્રામ સોનાના દાગીના ત્યાં પડ્યા હતા જેની ચોરી થયેલ હતી જેથી 13,40,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઇ હોવાની આધેડે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે ચોરીમાં ગયેલ તમામ મુદામાલ રીકવર કરીને હાલમાં બે સગાભાઇની ધરપકડ કરેલ છે અને મહિલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સત્વેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં રહેતા હસમુખભાઈ લખમણભાઇ કોઠીયા (54)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ એ ડિવિજનમાં નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતુ કે, તેઓએ હાઉસિંગ બોર્ડમાં પોતાના મકાનનું નવેસરથી બાંધકામ કર્યું હોય તેના ઘરની સામેના ભાગમાં મકાન ભાડે રાખ્યું હતું અને જે મકાન ભાડે રાખ્યું હતું તે મકાનના માલિકે મકાન ખાલી કરવા માટે આધેડને કહ્યું હતું જેથી ફરીયાદીના મકાનનું 100 ટકા કામ પૂર્ણ થયું ન હતું તેમ છતાં પણ કેટલોક માલસામાન તેમણે પોતાના ઘરની અંદર ટ્રાન્સફર કર્યો હતો પરંતુ રોકડા રૂપિયા અને દાગીના જે થેલામાં હતા તે ભાડે રાખેલા મકાનમાં રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ મકાન ખાલી કર્યુ ત્યારે આ કિંમતી માલ સામાન ત્યાંથી લીધેલ ન હતો.
દરમિયાન આધેડે ભાડે રાખ્યું હતું તે મકાન પાડવા માટે આવેલા લોકો દ્વારા મકાન પાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું અને ગત તા. 26/2 ના સવારના 8 થી સાંજના 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈએ 3.20 લાખ રોકડા તથા 14.7 તોલા સોનાના દાગીના જેની કિંમત 10,20 લાખ રૂપિયા આમ કુલ મળીને 13.40 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે જેથી આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી તેવામાં સવજીભાઈ દાફડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હિતેશભાઈ ચાવડા અને પૃથ્વીસિંહ જાડેજા ને સંયુક્તમાં મળેલ બાતમી આધારે દલવાડી સર્કલ પાસે આવેલ ઝૂંપડામાં ચેક કરવામાં આવ્યુ હતુ ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ચોરીમાં ગયેલ સોનાના દાગીના તથા રોકડ રકમ મળી આવતા પોલીસે 13,40,000 ની કિંમત નો મુદ્દા માલ કબજે કર્યો હતો.
હાલમાં પોલીસે ચોરીના આ ગુનામાં બે સગાભાઇ રાકેશભાઇ વાગુભાઇ નીનામા અને મુકેશભાઇ વાગુભાઇ નીનામા ધંધો બંન્ને મજુરી રહે. બંને હાલ કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે મોરબી મુળ રહે. જાંબુબંદન તાલુકો બાજના જીલ્લો રતલામ એમપી વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં મહિલા આરોપી જયોતિબેન રાકેશભાઇ નીનામાં રહે. કંડલા બાયપાસ દલવાડી સર્કલ મોરબી વાળીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે. આ કામગીરી પીઆઇ આર.એસ.પટેલની સુચના મુજબ પીએસઆઇ જે.સી.ગોહિલ તથા રાજદીપસિહ રાણા, સવજીભાઇ દાફડા, કિશોરભાઇ મિયાત્રા, જયવંતસિંહ ગોહિલ, ધર્મન્દ્રસિંહ જાડેજા, હિતેષભાઇ ચાવડા, સિધ્ધરાજસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.


