વાંકાનેરના જોધપર ખારી ગામે સેન્ટીંગની મજૂરીના પૈસા બાબતે દીકરા સાથે ઝઘડો કરીને માતાને વાળ પકડીને ઝાપટો મારી
SHARE






વાંકાનેરના જોધપર ખારી ગામે સેન્ટીંગની મજૂરીના પૈસા બાબતે દીકરા સાથે ઝઘડો કરીને માતાને વાળ પકડીને ઝાપટો મારી
વાંકાનેરના જોધપર ખારી ગામે રહેતા મહિલા પાસેથી સેન્ટીંગની મજૂરીના પૈસા બાબતે બોલાચાલી કરી હતી અને મહિલાના દિકરા સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ મહિલાને વાળ ખેંચીને ઝાપટો મારીને પેટના ભાગે પાટુ માર્યું હતું અને લાકડાનો ધોકો મારવા જતા અન્ય એક વ્યક્તિએ વચ્ચે આડો હાથ નાખતા તેને પણ માર મારીને ઈજા કરી હતી અને મહિલાના પતિ સાથે બોલાચાલી કરી તેને જાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેથી હાલમાં ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના જોધપર ખારી ગામે રહેતા હંસાબેન કલાભાઈ પરમાર (52)એ રમેશભાઈ રતનશીભાઇ ધરજીયા રહે. જોધપર ખારી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપીએ તેઓની પાસે સેન્ટીંગની મજૂરીના પૈસા માંગતા હોય તે પૈસાની લેતી દેતીનો ખાર રાખીને ફરિયાદીના દીકરા સાથે ઝઘડો કર્યો હતો અને ફરિયાદી ત્યાં વચ્ચે પડતા તેઓને વાળ ખેંચીને ઝાપટો મારી હતી અને નીચે પાડી દઈને પેટના ભાગે પાટુ મારીને ઇજા કરી હતી તથા ફરિયાદીને લાકડાનો ધોકો મારવા જતા સાહેદ બાબુભાઈ મોહનભાઈ ચાવડાએ આડો હાથ નાખતા તેઓને માર મારીને ઈજા કરી હતી તથા ફરિયાદીના પતિ સાથે બોલાચાલી કરી તેમને જાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેથી હાલમાં ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી વી.વી.દલવાડી ચલાવી રહ્યા છે
દેશી દારૂનો 600 લિટર આથો ઝડપાયો
મોરબી તાલુકાના ધૂળકોટ ગામની સીમમાં આમરણથી ધૂળકોટ તરફ જવાના રસ્તા ઉપર પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 600 લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 12,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કુમારભાઈ વિનોદભાઈ સોલંકી (34) રહે. પટેલવાસ આમરણ મૂળ રહે. ચુનારવા શેરી નંબર-1 રાજકોટ વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે


