મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ મોરબી જિલ્લામાં ધૂળેટીના દિવસે જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા સહિતના કૃત્યો પર પ્રતિબંધ મોરબી જિલ્લામાં આકરા તાપમાનમાં લૂ લાગવાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજીમાં 15 એપ્રિલની મુદત: જયસુખભાઇ પટેલને મોરબીમાં પ્રવેશવાની કોર્ટે આપી મંજૂરી
Breaking news
Morbi Today

વાંકાનેર BSNL ની ઓફિસમાં ઝેરી દવા પી ગયેલ જુનિયર ટેલિકોમ ઓફિસરનું સારવારમાં મોત


SHARE











વાંકાનેર BSNL ની ઓફિસમાં ઝેરી દવા પી ગયેલ જુનિયર ટેલિકોમ ઓફિસરનું સારવારમાં મોત

વાંકાનેરમાં આવેલ બીએસએનએલની ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીએ કોઈ કારણોસર ઓફિસે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ બીએસએનએલની ઓફિસમાં જુનિયર ટેલિકોમ ઓફિસર તરીકે ફરજ બજાવતા મહમદઇરફાન ઇસ્માઇલ માથકીયા (42)એ ગત તા. 24 ના રોજ કોઈ અગમ્ય કારણોસર બીએસએનએલની ઓફિસમાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તે યુવાનને વધુ સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નિપજ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે, આ કર્મચારીએ પહેલા કચ્છમાં ફરજ બજાવી હતી અને થોડા મહિના પહેલા જ તેને વાંકાનેરમાં જેટીઓ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો પરંતુ કોઈ અગમ્ય કારણોસર તેણે બીએસએનએલની ઓફિસમાં ઝેરી દવા પી લેતા તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જેની વાંકનર સિટી પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

વરલી જુગાર

માળીયા મીયાણામાં મામલતદાર ઓફિસની સામેના ભાગમાં વરલી જુગાર આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભરતભાઈ જગજીવનભાઈ કૈલા (47) રહે. ખાખરેચી તાલુકો માળીયા મીયાણા વાળો વરલી જુગાર આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 330 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે








Latest News