મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ મોરબી જિલ્લામાં ધૂળેટીના દિવસે જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા સહિતના કૃત્યો પર પ્રતિબંધ મોરબી જિલ્લામાં આકરા તાપમાનમાં લૂ લાગવાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજીમાં 15 એપ્રિલની મુદત: જયસુખભાઇ પટેલને મોરબીમાં પ્રવેશવાની કોર્ટે આપી મંજૂરી
Breaking news
Morbi Today

મોરબીની બે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે યોજાયેલ ચૂંટણીમાં હળવદ પાલિકાના પ્રમુખ પદે ફોરમબેન રાવલ અને વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ પદે ડિમ્પલબેન સોલંકી ચુંટાયા


SHARE











મોરબીની બે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે યોજાયેલ ચૂંટણીમાં હળવદ પાલિકાના પ્રમુખ પદે ફોરમબેન રાવલ અને વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ પદે ડિમ્પલબેન સોલંકી ચુંટાયા

રાજ્યની વિવિધ નગરપાલિકાઓની અંદર છેલ્લે યોજાયેલ ચૂંટણી બાદ સ્થાનિક સંસ્થામાં પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે ચૂંટણી યોજાઈ હતી.જેમાં મોરબી જિલ્લાની વાત કરીએ તો હળવદ અને વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ તથા ઉપપ્રમુખના પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં હળવદ નગરપાલિકામાં 28 પૈકી 27 બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર ચૂંટાયેલા હોય ભાજપ તરફથી જે મેન્ડેડ આપવામાં આવ્યો હતો.તે મુજબ હળવદ નગરપાલિકાના પ્રમુખ પદે ફોરમબેન વિશાલભાઈ રાવલ અને ઉપપ્રમુખ પદે સતિષભાઈ દારજીભાઈ પટેલ વિજેતા જાહેર કરાયેલ છે.

જો કે, વાંકાનેર નગરપાલિકાની વાત કરીએ તો 28 પૈકીની 21 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો ચૂંટાયા હતા, પાંચ બેઠક ઉપર કોંગ્રેસ, એક બેઠક ઉપર બસપા અને એક બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા હતા.જેથી પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી.જેમાં વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ પદે ડીમ્પલબેન હેમાંગભાઈ સોલંકી અને ઉપપ્રમુખ પદે હર્ષિતભાઈ દિનેશકુમાર સોમાણી વિજેતા જાહેર કરવામાં આવેલ છે.ઉલ્લેખનીય છે કે વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી જાગૃતીબેન ચૌહાણ દ્વારા પ્રમુખ પદ માટે અને મહંમદભાઈ રાઠોડ દ્વારા ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી કરવામાં આવી હતી અને તેઓએ હારનો સામનો કરવો પડ્યો હતો.








Latest News