વાંકાનેરના જાલીડા ગામ પાસેથી રેઢી મળેલ કારમાંથી ૬૫૦ લિટર દેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર
મોરબીમાં રહેતા ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા પાસ કરી
SHARE






મોરબીમાં રહેતા ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા પાસ કરી
મૂળ સગાડિયા (ધ્રોલ) હાલ મોરબીના વતની ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ ખુબ જ અઘરી ગણાતી એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા ગુજરાત યુનિવર્સટીમાંથી ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી છે.
તાજેતરમાં જ હોનહાર ફિઝિશિયન ડો. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજા (એમડી મેડિસિન) અને ડો. હીતીક્ષાબાના લગ્ન યોજાયા હતા જેમાં ગીર સોમનાથ કલેકટર ડી.ડી. જાડેજા, આઈ.કે. જાડેજા, ડો. જયેન્દ્રસિંહ જાડેજા, રુદ્રદત્તસિંહ વાઘેલા, યુવા સંઘના મહામંત્રી નીરુભા ઝાલા, ઉદ્યોગપતિ દિલુભા જાડેજા અને ઇન્દુભા જાડેજા (વવાણીયા), રુદ્રસિંહ ઝાલા, મોરબી રાજપૂત સમાજના પ્રમૂખ દશરથસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા (રંગપર), બાલુભાબાપુ (પીલુડી) સહિતના અનેક આગેવાનો અને અધિકારીઓએ સહિતના હાજર રહ્યા હતા અને હાલમાં ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ ખુબ જ અઘરી ગણાતી એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા ફર્સ્ટ ક્લાસ સાથે ગુજરાત યુનિવર્સટીમાંથી પાસ કરી છે. જેથી તેઓને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.


