મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સાંસદના જન્મદિવસ નિમિત્તે ફ્રુટ વિતરણ કરાયું
સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મદિવસે દિવ્યાંગોને ઇલેક્ટ્રીક વ્હીલચેર, જરૂરિયાતમંદ વિકલાંગોને સાધન સહાય
SHARE






સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મદિવસે દિવ્યાંગોને ઇલેક્ટ્રીક વ્હીલચેર, જરૂરિયાતમંદ વિકલાંગોને સાધન સહાય
“સેવા પરમોધરમ” ના કર્તવ્ય પાઠ પર ચાલતી સંસ્થાન કચ્છી વિશા ઓસવાળ જૈન મહાજન ભુજના પ્રાંગણમાં કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડાના જન્મ દિને રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લી. ભીમાસર તેમજ માનવ કિરણ ચેરિટેબલ ટ્રસ્ટ – મુલુન્ડ (મુંબઇ) દ્વારા જીગર તારાચંદભાઇ છેડા પ્રમુખ સર્વ સેવા સંઘ કચ્છ, સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ અને હેમેન્દ્ર જણસારી મંત્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજના સૌજન્ય થી ભુકંપમાં ઇજાગ્રસ્ત પેરાપલેજીક દર્દીઓ તથા વિકલાંગોને ઇલેક્ટ્રીક વિલચેર, જરૂરીયાતમંદ દિવ્યાંગો ને સાધન સહાય વિતરણ કરવામાં આવેલ. રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યૂબ્સ ભીમાસર ના CSR ફંડ દ્વારા ૨૦ વ્હીલચેર તેમજ માનવ કિરણ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઇ દ્વારા ૫ ઇલેક્ટ્રિકલ વિલચેર અર્પણ કરવામાં આવેલ. જન્મદિન નિમિતે સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા સ્વખર્ચે જરૂરિયાતમંદ દિવ્યાંગોને કાનના મશીન, બગલગોડી, કુત્રિમ પગ, વોકર લાકડી, વ્હીલચેર આપવામાં આવેલ, સંત સુરદાસ યોજના હેઠળ લગ્ન સહાય, સાધનસહાય આપવામાં આવેલ, બસપાસ કરાવી આપવામાં આવેલ.
સાંસદના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે કેક કટીંગ કરવામાં આવેલ. દિવ્યાંગજનોનો પરિચય હેમેન્દ્ર જણસારી મહેમાનો તથા દિવ્યાંગજનોનું શાબ્દિક આવકાર જીગરભાઇ છેડા, દીપપ્રાગટ્ય અને મંચસ્થ મહાનુભાવોના સન્માન મોમેન્ટો, શાલ અને સન્માનપત્ર થી કરવામાં આવેલ.સાંસદ વિનોદભાઇ ચાવડા, કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, જગતભાઇ કીમખાબ વાલા, CSR હેડ રત્નમણી મેટલ્સ, નગર પાલિકા અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ગોસ્વામી, રોટરી ક્લ્બ ઓફ ભુજના ધવલભાઇ રાવલ, તા.પ. પ્રમુખ વિનોદભાઇ વરસાણી, ડો.મુકેશ ચંદે,પચાણ સંજોટ હિતેષ ખંડોલ, દેવરાજ ગઢવી, રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રકાશભાઇ ગાંધી, વિનોદભાઇ પીઠડીયા, પ્રકાશભાઇ ગાંધી, સિવિલ સર્જન ડો.કશ્યપભાઇ બુચ, લખમશીભાઇ લોંચા, મોહનભાઇ ચાવડા, હિતેષ ગોસ્વામી, મહાવીરસિંહ જાડેજા, માવજીભાઇ મહેશ્વરી, અમરસંગ સોઢા, મનજીભાઇ ખરેટ, રાશિકભાઈ શાહ, નરેંદ્રભાઇ પ્રજાપતિ, પ્રફુલસિંહ જાડેજા, ભીમજીભાઇ જોધાણી, રેશ્માબેન ઝવેરી, અશોકભાઇ હાથી, ભુજ મ્યુનિશીપલ કાઉન્સીલર. કવિઓ મહાજન ભુજ તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ , લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ટ્રસ્ટી તથા દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા.


