કચ્છ લોકસભા પરિવાર-સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત વિધાનસભા સત્ર ચાલુ હોય માર્ચ માહિનામાં મોરબી જિલ્લા સંકલનની બેઠક મોકૂફ કચ્છના ગુનેરી ગામે સાસંદની હાજરીમાં રંગોત્સવની ઉજવણી કરાશે મોરબી : રવાપર ગ્રામ પંચાયત નજીક બાઇકમાંથી પડી જતા વૃદ્ધા સારવારમાં સિંઘમ: મોરબી જિલ્લામાં રેડ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગરના પરિવારે સરકારી ખરાબમાં બનાવેલ મકાન પોલીસ પ્રોટેકશન સાથે તોડી પડાયું મોરબી જિલ્લા તેજોરી કચેરી દ્વારા સો વર્ષ પુરા કરનાર પેન્શનરના પેન્શનમાં સો ટકાનો વધારો કરાયો; અન્ય પેન્શનરની હયાતીની ખરાઈ કરી પેન્શન ચૂકવાયું મોરબીનાં ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ: શોધખોળ મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કુરતાપૂર્વક બાંધીને 3 પાડીને લઈ જનારા શખ્સ સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

જાગૃત અને વ્યવહાર કુશળ સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મદિવસે સેવાકાર્યોનું આયોજન


SHARE











જાગૃત અને વ્યવહાર કુશળ સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મદિવસે સેવાકાર્યોનું આયોજન

જન્મદિવસની શુભકામનાઓએ પ્રેમ, આદર અને ખુશી વ્યક્ત કરવાનો અદભુત રસ્તો છે. તે દર્શાવે છે કે સૌ ખાસ દિવસને યાદ કરે છે. સફળતા સ્વાસ્થ્ય દીર્ઘાયુ માટે, ઉષ્માપુર્ણ, ગતિશીલ અને વિકાશીલ થવાની અભ્યર્થના સાથે સ્નેહી – શુબહચ્છકો માટે સેવકાર્ય માધ્યમ બને છે.જનહિતના દરેક પ્રશ્નોને વાચા આપતા યુવા સાંસદ વિનોદભાઇ ચાવડાએ લોક હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહિલા, બાળકો, દર્દીઓ, છાત્રો અને આફતગ્રસ્તો માટે સતત પ્રવૃત રહે છે. તા.૬-૩ સવારે પોતાના ૪૭ માં જન્મદિને ભુતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમના જન્મદિન નિમિતે શ્રી ભુતનાથ મહાદેવ મંદિરે ખારી નદી ભુજ ખાતે આયોજીત રુદ્રાભિષેક અને દર્શનનો લાભ લીધો હતો.

કચ્છમાં વિવિધ સ્થાનોએ તેમના શુભેચ્છકો અને મિત્રવૃંદ અને સંસ્થાનો તરફથી સાંસદના જન્મદિન નિમિતે સેવાકાર્યમાં જોડાયા હતા. તેમના સુસ્વાસ્થય, દીર્ઘાયુ અને ઉતરોતર પ્રગતિ માટે રતનપર (ખડીર)યુવા ગ્રુપ દ્વારા રતનપર પ્રાથમિક શાળાના વિધાર્થીઓને શિક્ષણ કીટ અને લંચબોક્ષ વિતરણ, અંજાર તાલુકાનાં ભીમાસર ગામે આંગણવાડી મધ્યે બાળકોને સુપોષણ કીટ, લંચબોક્ષ અને પાણીના બોટલ વિતરણ, કચ્છ જીલ્લા ભાજપા યુવા મોરચા દ્વારા રાપર ખાતે બાળકોને નાસ્તાની કીટ વિતરણ, મુન્દ્રા તાલુકા ભાજપા તરફથી દેશલપર (કંઠી) ગામે વિધાર્થીઓને શિક્ષણ કીટ વિતરણ મુન્દ્રા તાલુકા ભાજપા દ્વારા દીકરીઓને ભોજન, મોટી ભુજપુર પાંજરાપોળ ખાતે જીવદયાના કાર્ય, ગાંધીધામ કચ્છ જીલ્લા યુવા મોરચા દ્વારા મનોદિવ્યાંગ બાળકોની શાળા “હરી આસરા” સૌ બાળકો સાથે જન્મદિન ઉજવણી, શ્રી મહાત્મા ગાંધી આશ્રમ શાળા મંગવાણા મધ્યે અક્ષરસાગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બટુક ભોજન કરવવામાં આવ્યું હતું.ભાજપા યુવા મોરચા દ્વારા સરકારી ચિલ્ડ્રનહોમ ફોર બોયસ, નાગરીક સોસાયટી જરૂરિયાત મંદોને વસ્ત્રોનું વિતરણ, ભાજપા અનુ.જાતિ મોરચા દ્વારા રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે ભોજન તથા ચાદર વિતરણ, ભુજ શાળા નં.૨૦ ગણેશનગર પ્રાથમિક શાળા વોર્ડ નં.૮ મધ્યે વિધાર્થીઓને શિક્ષણ કીટ, રિલાયન્સ સર્કલથી જીલ્લા ઉધોગ કેન્દ્ર રોડ પર ભુજ નગરપાલિકા તથા સદભાવના સંસ્થા તરફથી વૃક્ષારોપણ, અશ્વમેઘ સોસાયટી પાસે, મંગલમ ચાર રસ્તા વોર્ડ નંબર ૭ મધ્યે વરસાદી નાળાનું ખાતમુહૂર્ત તથા ડસ્ટબીન વિતરણ, જબલેશ્વર મહાદેવ મંદિર ભુજ વોર્ડ નં.૪ મધ્યે રાશનકીટ વિતરણ, તથા મહા આરતીનું આયોજન થયેલ, રાષ્ટ્રીય બહુજન સમાજ સંગઠન દ્વારા જીવ દયાનું કાર્ય તથા ગાયોને નીરણ ૧૦૦ મણ લીલો ચારો આપવામાં આવેલ.લખપત તાલુકાનાં દયાપર ખાતે અનુ.જાતિ મોરચા દ્વારા વિધાર્થીઓ ને નાસ્તો કરવવામાં આવેલ, ભુજ વોર્ડ નંબર ૩ માં કિરણભાઇ ગોરી, ધાલાભાઇ દ્વારા રાશનકીટ તથા બાળકોને ચોકલેટ વિતરણ, શ્રી મેઘવંશી ગુર્જર યુવા મંડળ ટ્રસ્ટ દ્વારા જીવન જ્યોત બ્લડ બેન્ક મધ્યે બ્લડ ડોનેશન કેમ્પ, ગ્લોરી ગ્રુપ દ્વારા મોટાપીર ચાર રસ્તા મધ્યે વૃક્ષારોપણ, માધાપર વિકલાંગ શાળા મધ્યે ૧૫૦ દીકરીઓને ભોજન તેમજ કેક કટીંગ કરી ઉજવણી. શાંતિનિકેત શાળા મધ્યે બાળકોને ભોજન તથા કોલી સમાજના સ્કુલના બાળકોને દિનેશભાઇ ઠક્કર ગ્રુપ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ, ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેન્સરના દર્દીઓને કીટ વિતરણ, માંડવી તાલુકાનાં મસ્કા ગામે નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન / એંન્કર વાળા જનરલ હોસ્પિટલ માં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.








Latest News