મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં નજીવી વાતમાં યુવાનને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE









મોરબીમાં નજીવી વાતમાં યુવાનને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં રહેતા યુવાને તેના મિત્રની દીકરીની સગાઈ જેની સાથે કરાવી હતી તેના કાકા દારૂ પીવાની ટેવ ધરાવતા હોવાની વાત યુવાને તેના મિત્રને કરી હતી અને આ વાત યુવાનના મિત્રએ તેના વેવાઈને કરી હતી જેથી યુવાનની સાથે માથાકૂટ અને બોલાચાલી કરીને તેને શરીરે પટા વડે આડેધડ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.


મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસે રહેતા અતુલભાઇ દિનેશભાઈ કાઠીયા (28) એ અમિત જયંતીલાલ વાઘેલા રહે.દરબારગઢ પાસે મોરબી વાળા સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તેના મિત્ર સંજયભાઈ ધોળકિયાની દીકરીની સગાઈ આરોપી અમિત વાઘેલાના ભત્રીજા સાથે કરાવેલ હોય અને ફરિયાદીએ તેના મિત્ર સંજયભાઈને અમિતભાઈ દારૂ પીવાની ટેવ વાળો છે તેવી વાત કરી હતી જેથી સંજયભાઈએ આ વાત અમિતભાઈને કરતા તેને સારું લાગ્યું ન હતું અને ફરિયાદી જ્યારે મોરબીમાં વીસી હાઈસ્કૂલના ગેટ નજીક હતા ત્યારે આરોપીએ તેની સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ પટ્ટા વડે આડેધડ શરીર ઉપર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. #morbi #મોરબી




Latest News