મોરબીના વાવડી ગામેથી થયેલ સગીરા અપહરણમાં આરોપીની ધરપકડ, ખોટી ઓળખ આપી હતી..!
મોરબીના સિરામિક યુનિટમાં મશીનમાં આવી જતાં હાથ કપાઈ ગયો, સારવારમાં
SHARE
મોરબીના સિરામિક યુનિટમાં મશીનમાં આવી જતાં હાથ કપાઈ ગયો, સારવારમાં
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા કારખાનાની અંદર અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં મશીન ઉપર કામ કરતા સમયે મશીનમાં હાથ આવી જવાથી મજુર યુવાનનો હાથ ખંભેથી કપાઈ ગયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ પાસે આવેલા રોટોન સીરામીકમાં રહીને ત્યાં જ મજૂરીકામ કરતો મૂળ મધ્યપ્રદેશનો વિષ્ણુભાઈ કાશીરામભાઇ વર્મા નામનો ૩૩ વર્ષીય મજુર યુવાન મશીન ઉપર કામ કરતો હતો તે દરમિયાનમાં તેનો હાથ અકસ્માતે મશીનમાં આવી જવાથી હાથ ખભાના ભાગેથી કપાઈને અલગ થઈ ગયો હતો.હાલ તેને સારવાર માટે મધુરમ હોસ્પીટલે ખસેડાયો છે.
યુવાન સારવારમાં
મોરબીના રાજનગર વિસ્તારમાં રહેતો હરેશ ભીમજીભાઈ ભાલોડીયા નામનો ૨૯ વર્ષનો યુવાન સામાકાંઠે નટરાજ ફાટક પાસેથી બાઇક લઇને જતો હતો ત્યારે પાડાપુલ નજીક પહોંચતા તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત હરેશને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો. જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ જનકલ્યાણ સોસાયટીમાં રહેતો જયદીપ અનિલભાઈ નામનો ૩૦ વર્ષીય યુવાન કામેથી પરત ઘરે જતો હતો તે સમયે મહેન્દ્રનગર ગામ પાસેના બમ્પમાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ડાબા હાથના ભાગે ફેક્ચર જેવી ઇજાઓ સાથે જયદીપને અહીંની મધુરમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના ઘાંટીલા ગામનો રહેવાસી વિશાલ ધનજીભાઈ વીડજા નામનો ૨૮ વર્ષીય યુવાન લક્ષ્મીનગર ગામ પાસેથી બાઇક લઇને જતો હતો ત્યાં રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા વિશાલને સારવારમાં સિવિલે ખસેડાયો હતો.તેમજ મહેશ દેવજીભાઇ વોરા નામના ૩૩ વર્ષીય યુવાનને ઘુંટુ ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.