મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર ગામેથી રૂપિયા ૩૫ હજારની કિંમતના બાઇકની ચોરી


SHARE











ટંકારાના હીરાપર ગામેથી રૂપિયા ૩૫ હજારની કિંમતના બાઇકની ચોરી

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા હીરાપર ગામે રહીને ખેત મજુરીનું કામ કરતા મુળ મધ્યપ્રદેશના યુવાનના રૂા.૩૫ હજારની કિંમતના બાઇકની ચોરી થવા પામી હોય ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ધાનપુર તાલુકાના બોકડીયા પીપલપાણી ફળિયુ વિસ્તારનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના હીરાપર ગામે શિવલાલ ચકુભાઈ લો ની વાડીમાં રહીને ખેત મજૂરીનું કામ કરતાં દીલાભાઈ શાંતિયાભાઇ બુંબડીયા નામના યુવાનનું રૂા.૩૫ હજારની કિંમતનું બાઈક નંબર એમપી ૬૯ એમઇ ૩૪૭૪ ગત તા.૫-૧૧ ના નવ વાગ્યાથી તા.૬ ના ચાર વાગ્યા દરમિયાનમાં હીરાપર ગામેથી ચોરાઈ ગયું હોય તેણે ઘરમેળે આજુબાજુમાં તપાસ કરી હતી તેની સાથે અન્ય ખેત મજૂરીનું કામ કરતા તેના મિત્રોમાં પણ તેણે બાઇકની શોધખોળ કરી હતી છતાં પણ બાઈકનો પત્તો ન લાગતાં અંતે દીલાભાઇ બુંબળીયાએ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્રારા રૂપિયા ૩૫ હજારની કિંમતના બાઇકની ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે જેની તપાસ હેડ કોન્સ્ટેબલ વી.એન.બાર ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રહેવાસી હર્ષાબેન કિશોરભાઇ પરમાર જાતે દલવાડી નામની ૧૯ વર્ષીય યુવતી તા.૨૦-૧૧ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં વાવડી ચોકડી પાસેથી પોતાના ભાઈના બાઈકની પાછળ બેસીને જતા હતા તે દરમિયાનમાં તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થયેલા હર્ષાબેન પરમારને સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. જયારે હળવદ તાલુકાના માંગરોલીયા ગામના રહેવાસી અમુભાઈ ગીરીરાજભાઈ પરમાર નામના ૩૦ વર્ષીય યુવાનને તેના ઘેર તેના પત્ની દ્વારા માર મારવામાં આવતા તેને મોરબીની સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News