મોરબીના લીલાપર ગામે નદીના કાંઠેથી 700 લીટર રાખો 450 લીટર દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
ટંકારાના જીવાપર અને સરૈયા ગામ નજીક દારૂની બે રેડ: 94 બોટલ દારૂ અને 93 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા
SHARE






ટંકારાના જીવાપર અને સરૈયા ગામ નજીક દારૂની બે રેડ: 94 બોટલ દારૂ અને 93 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા
ટંકારા તાલુકાના જીવાપર ગામની સીમમાં આવેલ વાડીએ દારૂનો જથ્થો અંગેની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની નાની 83 બોટલો તથા 93 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ બિયરના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી હતી આવી જ રીતે સરૈયા ગામ નજીક આવેલો હોટલ પાસેથી થેલો લઈને પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની 11 બોટલ મળી આવતા તે શખ્સની ધરપકડ કરી પોલીસે જુદા જુદા બે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકા પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા તાલુકાના જીવાપર ગામની સીમમાં આવેલ સ્લોગન કારખાના ની બાજુમાં કુવા વાળી વાડીમાં ગીરીશભાઈ સંઘાણીને ત્યાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 83 બોટલો તથા બિયરના 93 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 44,660 ની કિંમત દારૂ બિયરનો જથ્થો તથા પાંચ હજાર રૂપિયાની કિંમતમાં મોબાઈલ ફોન આમ કુલ મળીને 49,660 ની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ગીરીશભાઈ નરસિંહભાઈ સંઘાણી (45) રહે. હરબટીયાળી તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો જ્યારે ટંકારા તાલુકા પોલીસે દારૂની બીજી રેડ સરૈયા ગામ પાસે આવેલ લક હોટલની બાજુમાં કરી હતી ત્યારે ત્યાંથી પસાર થયેલા શખ્સ પાસે રહેલા થેલાને ચેક કરવામાં આવ્યો હતો અને તેમાંથી દારૂની નાની 11 બોટલો મળી આવતા પોલીસે 1562 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી પ્રિન્સભાઈ મગનભાઈ ભાગિયા (21) રહે. હાલ સાવડી ગામ પશુ દવાખાના પાસે ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ગીરીશભાઈ સંઘાણી રહે. હરબટીયાળી વાળા નું નામ સામે આવ્યું હોય આ બંને શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ ગુનામાં ગીરીશભાઈ સંઘાણીને પકડવાનો બાકી હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.


