મોરબીના લીલાપર ગામે નદીના કાંઠેથી 700 લીટર રાખો 450 લીટર દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
SHARE






મોરબીના લીલાપર ગામે નદીના કાંઠેથી 700 લીટર રાખો 450 લીટર દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના લીલાપર ગામે પરફેક્ટ પ્રિન્ટ પેક નામના કારખાનાની પાછળના ભાગમાં નદીના કાંઠે વોકળામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 700 લીટર આથો તથા 450 લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને 1,07,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્યારે સ્થળ ઉપરથી આરોપી વિશાલ કાનાભાઈ ઉઘરેજા (19) રહે. લીલાપર ગામ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન કિરણ ઉર્ફે બેબબો નાગજીભાઈ દેગામા રહે. લીલાપર તાલુકો મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય હાલમાં બંને શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને કિરણ દેગામાને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે


