ટંકારાના જીવાપર અને સરૈયા ગામ નજીક દારૂની બે રેડ: 94 બોટલ દારૂ અને 93 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા
હળવદની ટીકર ચોકડી પાસેથી દારૂની 214 બોટલ તથા 12 બિયરના ટીન ભરેલ કાર સાથે મોરબીના એક શખ્સની ધરપકડ
SHARE







હળવદની ટીકર ચોકડી પાસેથી દારૂની 214 બોટલ તથા 12 બિયરના ટીન ભરેલ કાર સાથે મોરબીના એક શખ્સની ધરપકડ
હળવદની ટીકર ચોકડી પાસેથી અજીતગઢ રોડ ઉપરથી સ્વીફટ કાર પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાની અને મોટી કુલ મળીને 214 બોટલ તથા 12 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને 62052 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,62,052 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદની ટીકર ચોકડી પાસે અજીતગઢ રોડ ઉપરથી સ્વીફટ ગાડી નંબર જીજે 36 એએલ 8111 પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા ગાડીમાંથી દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેમાં દારૂની મોટી 72 બોટલ તથા નાની 144 બોટલ અને 12 બિયરના ટીન મળી આવ્યા હતા. જેથી કરીને 62052 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,62,052 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી જગદીશભાઈ ગંગારામભાઈ બાંભણિયા (41) રહે. વજેપર શેરી નંબર 11 જેલ રોડ મોરબી વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂ અને બિયરનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં હળવદ પોલીસ આગળની તપાસ હાથ ધરી છે
