ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ન માત્ર ગુજરાત પણ દેશમાં એક માત્ર મોરબીમાં રસગરબા અને અબીલ ગુલાલની છોડ વચ્ચે થાય છે ધામધુમથી હોલીકાના લગ્ન


SHARE













ન માત્ર ગુજરાત પણ દેશમાં એક માત્ર મોરબીમાં રસગરબા અને અબીલ ગુલાલની છોડ વચ્ચે થાય છે ધામધુમથી હોલીકાના લગ્ન

ધૂળેટીના દિવસે રંગે ઊડે તે સ્વભાવિક છે પરંતુ લગ્ન થતાં હોય તેવું તમે કોઈ જગ્યાએ જોયું નહીં હોય. પરંતુ ન માત્ર ગુજરાત પણ દેશની અંદર હોલીકાના લગ્ન કરવવામાં આવે છે જે જોવા માટે તમારે મોરબીની બાજુમાં આવેલા વાડી વિસ્તારોમાં આવવું પડશે કેમ કે, ત્યાં વર્ષોથી સતવારા સમાજ દ્વારા હોળીના દિવસે માટીમાંથી હોલિકા કે જેને વેણી માં નું નામ દેવામાં આવે છે તેની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેના વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા ધામધુમથી લગ્ન કરાવવામાં આવે છે અને ત્યારે બોલે છે રાસગરબાની રમઝટ...

કહેવાય છે ને “વાત જો હોય શ્રદ્ધાની તો તેમાં પુરાવાની કોઈ જરૂર રહેતી નથી” તે ઉક્તીને સાર્થક કરતા મોરબી શહેરની આસપાસના વિસ્તારમાં આવેલા વાડી વિસ્તારોમાં ધામધૂમ અને શ્રધ્ધા પૂર્વક હોળી ધુળેટીના તહેવારમાં હોલીકાના લગ્ન કરાવવામાં આવે છે જો કે, આ લગ્ન માટે વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા માટીમાંથી બે પુતળા બનાવવામાં આવે છે અને હોલિકા રાક્ષસ કુળની હતી માટે તેના રાક્ષસની સાથે લગ્ન કરવા માટે આવે છે અને ખાસ કરીને નાના બાળકો આખા વર્ષ દરમાયન નીરોગી રહે તેના માટે મહિલાઓ દ્વારા શામ બાપા અને વેણી માં ની જાન આવે ત્યારે તેના દર્શન કરાવવામાં આવે છે. તેવું વાડી વિસ્તારમાં રહેતા પારૂલબેન લાલજીભાઈ અને કાજલબેન નરોતમભાઇએ જણાવ્યુ હતું.

હોલિકા ભગત પ્રહલાદને ખોળામાં લઈને જયારે હોળીમાં બેઠા હતા ત્યારે તે કુવારા હતા અને કુવારા મૃત્યુ થયું હોવાથી વર્તમાન સમયમાં જે રીતે કોઈ કુવારા મૃત્યુ પામે તો તેની પાછળ જે રીતે લીલ પરણાવવા સહિતની ધાર્મિક વિધિ કરવામાં આવે છે તેવી જ રીતે હોલીકાનો આત્મા લગ્નમાં રહી ગયો હોવાથી વર્ષો પહેલા ઘણા લોકોના લગ્નમાં યેનકેન પ્રકારે વિઘ્ન આવતા હતા જેથી તે સમયથી હોલિકા એટલે કે, વેણી માં અને શામ બાપના લગ્ન મોરબીની આસપાસના વિસ્તારોમાં આવેલ વાડી વિસ્તારોમાં કરાવવામાં આવે છે.

મોરબી પાલિકાના માજી ચેરમેન માવજીભાઇ કંઝારીયાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, શામ બાપા તેમજ વેણી માં ની જાન વાડીએ વાડીએ ફરતી હોય છે. ત્યારે ખેરની વાડી, ભાંડીયાની વાડી, વજેપર વાડી, વૈષ્ણવની વાડી, બાવરાની વાડી, ઘુચારની વાડી, જેપુરિયાની વાડી, માંગરની વાડી, ભોલની વાડી, હદાણીની વાડી, રંગાણીની વાડી સહિતની કુલ મળીને ૧૪ જેટલી વાડીમાં આ લગ્ન પ્રસંગ રગેચંગે અને ધામધુમથી ઉજવાઈ છે 

દેશભરમાં આજે લોકો રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મોરબીના વાડી વિસ્તારમાં વેણી માં અને શામજી બાપના લગ્ન કરાવવામાં આવે છે અને દરેક વાડીમાં ઘરે ઘરે જઈને જે રાસ ગરબા સહિતની રમઝટ બોલાવવામાં આવતી હોય છે તેના થકી જે પણ રકમ એકત્રિત થઇ છે તેમાંથી વાડી વિસ્તારના લોકો દ્વારા શેરી ગલ્લીઓમાં રખડતા કુતરા, અબોલ પક્ષી સહીના માટે ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે છે આ પરંપરા આજકાલથી નહિ પરંતુ હાલમાં વાડી વિસ્તારમાં રહેતા પરિવારની પાંચથી સાત પેઢીઓ કરતા પણ પહેલાથી આ અનોખા લગ્ન કરવામાં આવે છે તેવું સ્થાનિક આગેવાન નાનજીભાઇ ડુંગરભાઇ કંઝારીયાએ જણાવ્યુ હતું

રંગોત્સવની ઉજવણી બધા જ કરે છે પરંતુ શા માટે રંગોત્સવ ઉજવાઈ છે તે આજકાલના યુવાનોને ખબર પણ નહિ હોય તે હક્કિત છે એવું કહેવાય છે કે, હોલિકાનું હોળીમાં દહન થઇ ગયું અને ભગત પ્રહલાદનો બચાવ થયો હતો તેનું ખુશીમાં રંગોત્સવ ઉજવાઈ છે જો કે, હોલીકાનું મૃત્યુ થયું ત્યારે તેના લગ્ન થયા ન હતા જેથી હોલિકાના લગ્ન કરાવવામાં આવતા હોય તેવું કદાચ સમગ્ર ગુજરાતમાં એક માત્ર મોરબી શહેરમાં જ બનતું હશે






Latest News