મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા
SHARE






મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા
મોરબીના લજાઈ ખાતે ઉમિયા માનવ મંદિર નિર્માણ પામેલ છે,જેમાં અત્યાર સુધી દિકરા વગરના કે માત્ર દિકરીઓ જ છે, નિરાધાર છે એવા દરિદ્રનારાયણનો જ પ્રવેશ આપવામાં આવતો હતો, ફાઈવ સ્ટાર સુવિધા અને એંસીથી વધુ એસી રૂમ ધરાવતા ઉમિયા માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના નવા નિયમો ઘડવા માટે ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ -મોરબી સંચાલિત' માનવ મંદિર લજાઈ મુકામે, પાર્ટી પ્લોટમાં તમામ દાતાઓ, ટ્રસ્ટીઓ,જવાબદાર કાર્યકર્તાઓનું સહકુટુંબ સ્નેહ મિલન યોજાયું હતું તેમજ માનવ મંદિરના પાટોત્સવ નિમિત્તે, યોજાયેલ ટ્રસ્ટીગણની મીટીંગ, પણ સાથે જ રાખવામાં આવેલ હતી જેમાં "માનવ મંદિર"માં પ્રવેશની પાત્રતા વિશે, સમાજની માંગ પ્રમાણે, મહત્વના સુધારાઓ નક્કી કરવામાં આવ્યા જેમાં મોરબી જિલ્લા સહિત અન્ય વિસ્તારના સીદસર ઉમિયાધામની "ઉમા અમૃતમ "યોજનાના લાભાર્થીની, પાત્રતા ધરાવતા અથવા એમની સમકક્ષ પાત્રતા ધરાવતા પાટીદાર પરિવારના, વડીલોને પ્રવેશ આપવો. એવી જ રીતે બીજો મહત્વનો નિર્ણય આ પ્રમાણે લેવામાં આવ્યો કે મોરબી જિલ્લામાં, દીકરા હોય પણ, તે વડીલોની જવાબદારી કે સંભાળ રાખવા તૈયાર નથી અથવા આર્થિક પરિસ્થિતિ દયનિય છે તેવા વડીલોની સ્થળ તપાસણી કરીને યોગ્ય જણાય તો પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આ બે મહત્વના નિર્ણયો લેવાથી સમાજના ઘણાં બધાં લોકોને લાભ મળશે એવો સમાજમાં સુર વ્યક્ત થયો હતો. તેવું ઉમિયા માનવ સેવા ટ્રષ્ટના પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપ પ્રમુખ ગોપાલભાઈ ચારોલાની યાદીમાં જણાવાયુ છે.


