મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનમાં હોદેદારોની વરણી કરાઇ
SHARE






મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનમાં હોદેદારોની વરણી કરાઇ
મોરબી નજીકના ટીંબાવાડી માતાજીના મંદિરે તાજેતરમાં એકતા એજ લક્ષ્ય સંગઠનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આગેવાનોને જુદીજુદી જવાબદારી સોંપવામાં આવેલ છે.
મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનનો તાજેતરમાં ટીંબાવાડી માતાજીના મંદિરે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિશેષ રૂપે હિન્દુ ભગીરથસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ આગેવાનોને શહેરની જવાબદારી સોંપાવામાં આવી હતી. ત્યારે રમેશભાઈ વડસોલાને શહેર અધ્યક્ષ, ડો. શરદભાઈ અઘારા તથા હર્ષદભાઈ પટેલને શહેર ઉપાધ્યક્ષ અને શહેર મહામંત્રી તરીકે સંદીપભાઈ પટેલ, બલરામસિંહ સિંગર, અરવિંદભાઈ પટેલ તથા વિમલભાઈ દવે અને તથા પંકજભાઈ અગૌલા, હેમંતભાઈ ઠાકોરને શહેરમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવેલ છે. તથા મોરબી-1 ની જવાબદારી નરેન્દ્રભાઈ લોહાણાને અધ્યક્ષ, ભાણજીભાઈ સતવારાને ઉપાધ્યક્ષ અને મહામંત્રી તરીખે સંદીપભાઈ રઘુવંશી અને ધર્મભાઈ રઘુવંશીને સોપાઈ હતી. તથા વીસીપરાની જવાબદારી મિથુનભાઈ ભરવાડ (અધ્યક્ષ) અને દિનેશભાઈ ભરવાડને (મહામંત્રી) સોંપી છે. તો આર્થિક સમિતિમાં રસિકભાઈ લાડવા વાળાને અધ્યક્ષ તથા ધર્મેન્દ્રભાઈ પટેલ અને ધર્મભાઈ રઘુવંશીને ઉપાધ્યક્ષ તેમજ મંત્રી તરીકે ધ્રુવભાઈ પટેલ અને વિજયભાઈ સનુરાને જવાબદારી સોંપાઈ હતી જયારે આઈટી સેલ શાખામાં સાગરભાઇ ધામેચાને અધ્યક્ષ, કિશનભાઇ સનુરાને ઉપાધ્યક્ષ અને જયેન્દ્રભાઈ પ્રજાપતિને મહામંત્રીની જવાબદારી સોંપાઈ છે. અને સલાહકાર સમિતિમાં રાજુભાઈ ઠક્કર, લવજીહાદ સમિતિમાં નિકુંજભાઈ પટેલ અને યુવા શક્તિ શાખા શહેર મહામંત્રી તરીખે શ્યામભાઈ સનુરાને જવાબદારી સોપાઈ છે. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તથા શ્યામ સમિતિના દરેક સભ્યો હાજર રહ્યા હતા.


