ટંકારામાં ચાલી રહેલ નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ વર્ગમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
મોરબીના માળિયા વનાળીયા વિસ્તારમાં છત્રપતિ વીર શિવાજી બાલ સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ કરાયો
SHARE









મોરબીના માળિયા વનાળીયા વિસ્તારમાં છત્રપતિ વીર શિવાજી બાલ સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ કરાયો
મોરબી શહેરમાં ગઇકાલે સેવા ભારતી ગુજરાત સંલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા ૧૨ માં સ્થળ પર બાલ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું અને ઉમિયાનગર માળિયા વનાળીયા વિસ્તારમાં આરએસએસના લાલબાગ ઉપનગરની પરશુરામ વસ્તી હેઠળ છત્રપતિ વીર શિવાજી બાલ સંસ્કાર કેન્દ્રનો વિધિવત્ પ્રારંભ કરવામાં આવેલ છે અને પ્રગતિબેન રણછોડભાઈ સનારિયા બાલ કેન્દ્રના સંચાલિકા દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું અને પ્રિયાબેન દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી. આ શુભ અવસરે મોરબી જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા, હરિભાઈ સરડવા, પ્રાણજીવનભાઈ વિડજા, પ્રહલાદભાઈ પંડ્યા તથા સ્થાનિક અગ્રણીઓ સંજયભાઈ, પિયુષભાઈ સનારીયા, માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા
