મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે બંધ પડેલ લાઇટો ચાલુ કરવા માટે આપની માંગ
માળીયા (મી)ના વિશાલનગરમાં ખેડૂતના જીરૂના પાકને એક શખ્સે આગ ચાંપી દીધી
SHARE







માળીયા (મી)ના વિશાલનગરમાં ખેડૂતના જીરૂના પાકને એક શખ્સે આગ ચાંપી દીધી
માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામની બાજુમાં આવેલ વિશાલનગરમાં રહેતા ખેડૂતો દ્વારા જીરૂનો પાક મહામહેનત કરીને લેવામાં આવ્યો હતો અને તે તૈયાર જીરૂના પાક ઉપર સોમવારે બપોરના સમયે આ જ ગામની અંદર રહેતા એક શખ્સ દ્વારા આગ ચાંપી દેવામાં આવી હતી જેથી લગભગ એક વીઘા જેટલી જમીનમાં જે જીરૂનો પાક લેવામાં આવ્યો હતો તે પાક બળીને ખાખ થઈ ગયો છે જેથી કરીને ખેડૂતને 35 થી 40 હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામની બાજુમાં આવેલ વિશાલનગરમાં રહેતા રતિલાલ નરસીભાઇ દસાડીયા દ્વારા જીરૂના પાકની ખેતી કરવામાં આવી હતી અને તેઓએ અંદાજે એક વીઘા જેટલી જમીનમાં જે જીરૂનો પાક લીધો હતો અને તે તૈયાર પાક ત્યાં રાખવામાં આવ્યો હતો દરમિયાન સોમવારે બપોરે 11 થી 12 વાગ્યાના અરસામાં વિશાલનગર ખાતે જ રહેતા જયસુખભાઈ જેન્તીભાઈ નામના શખ્સે ત્યાં આવીને જીરૂના પાકનો જે ઢગલો કરવામાં આવ્યો હતો ત્યાં આગ ચાંપી દેવામાં આવી હતી જેથી રતિલાલ દસાડિયા દ્વારા જે જીરૂનો પાક લેવામાં આવ્યો હતો તે પાક બળીને ખાખ થઈ ગયો હતો અને અંદાજે 35થી 40 હજાર રૂપિયાનું નુકસાન થયેલ છે આ અંગેની ખેડૂતો દ્વારા માળિયા મિયાણા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.
