મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં કામની ગુણવતા જોવા મુખ્યમંત્રીને જુદાજુદા માર્ગોની મુલાકાત લેવા કોંગ્રેસનું આમંત્રણ


SHARE













મોરબીમાં કામની ગુણવતા જોવા મુખ્યમંત્રીને જુદાજુદા માર્ગોની મુલાકાત લેવા કોંગ્રેસનું આમંત્રણ

મોરબીમાં કેટલાક રસ્તાની હાલત દાયનીય છે ત્યારે મોરબી શહેરમાં આવી રહેલા મુખ્યમંત્રી તે રસ્તાની મુલાકત લે તે જરૂરી છે જેથી કરીને મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા વાવડી રોડ, પંચાસર રોડ, રવાપર રોડ અને રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીના રોડની મુલાકાત લેવામાં આવે તેવી માંગ કરેલ છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીમાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા અને મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબીના દયનીય રસ્તાની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, સરકાર રોડ-રસ્તાની ગુણવતા અને ઝીરો ટોલરન્સથી ભષ્ટાચાર નાબુદીની વાત કરી રહી છે તેવા સમયે આગામી તા. ૨૬ માર્ચના રોજ મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે મોરબીમાં વાવડી રોડ અને રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીના રોડની મુલાકાત લેવામાં આવે તે જરૂરી છે કેમ કે, રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીનો રોડ બાવીસ વર્ષ પહેલા બનેલ છે તો પણ તે રોડમાં આજની તારીખે કાંકરી નીકળી નથી અને વાવડી રોડ આશરે આઠ કરોડના ખર્ચે વર્ષ ૨૦૨૦ માં શરૂ થયો હતો અને બે વર્ષે પણ તેનું કામ પૂરું કરવામાં આવ્યું નથી અને ત્યાં ઉપયોગમાં લેવામાં આવેલ મટિરિયલ્સ બાબતે અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી હતી જો કે, કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને તાજેતરમાં બનેલ રવાપર અને પંચાસર રોડની હાલત પણ કંઈક આવી જ છે. ત્યારે આ રોડની મુલાકાત લેવામાં આવે તો મોરબીમાં કેવા કામ થાય છે અને કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેની પોલ ખૂલે તેમ છે.




Latest News