જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

વાંકાનેરના હોલમઢ ગામમાં સામાજિક સુધારણા માટે કોળી સમાજની મિટિંગ મળી


SHARE













વાંકાનેરના હોલમઢ ગામમાં સામાજિક સુધારણા માટે કોળી સમાજની મિટિંગ મળી

હરીફાઈના યુગમાં સમાજમાં લોકોની આવકો પહેલા હતી તેટલી જ છે, પરંતુ દેખાદેખીનાં કારણે, સમાજના લોકો દ્વારા પ્રસંગોમાં દીન પ્રતિદિન ખર્ચાઓ ખૂબ જ વધી રહ્યાં છે. ત્યારે વાંકાનેરના હોલમઢ ગામમાં સામાજિક સુધારણા માટે કોળી સમાજની મિટિંગ મળી હતી

હોલમઢ ગામનાં કોળી સમાજની આ મિટિંગમાં સમાજમાં ખોટા ખર્ચાઓને કઇ રીતે રોકી શકાય તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને લગ્ન પ્રસંગે તેમજ સામાજિક પ્રસંગોમાં ઘણાં બધાં ફેરફારો કરવામાં આવ્યા હતા. જેમકે લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અને જાન આવતી હોય કે જાન જતી હોય તેમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે અને ૭૦ વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિનું મૃત્યુ થાય તો જ મોટું પાણીઢોર કરવું તેમજ ૭૦ વર્ષથી નાની ઉંમરના વ્યક્તિનું મૃત્યુ થાય તો માત્ર બટુક ભોજન કરાવવું. જેવાં અનેક ફેરફારો કરવામાં આવ્યા હતા. અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે રૂપિયા ૩૦ હજાર દંડની જોગવાઈઓ કરવામાં આવેલ હતી  






Latest News