વાંકાનેરના હોલમઢ ગામમાં સામાજિક સુધારણા માટે કોળી સમાજની મિટિંગ મળી
મોરબી જીલ્લામાં મંગળવારથી આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ
SHARE






મોરબી જીલ્લામાં મંગળવારથી આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ
મોરબી જિલ્લા પંચાયતમાં ફિક્સ પગાર તથા નિયમિત પગાર ધોરણમાં સમાવેશ થયેલા સબ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા આરોગ્ય કચેરી, જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર તાલુકા, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર તાલુકા, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર તેમજ જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઈઝર મળી કુલ 400 થી વધુ કર્મચારીઓ તા 18 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરશે ત્યાર પહેલા આરોગ્ય કર્મચારી મહાસંઘ મોરબી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વધુમાં આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યુ હતું કે, તેઓની માંગણી છે કે, પડતર પ્રશ્ન જેવા કે તમામ સંવર્ગનો ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેના ગ્રેડ પે પગાર સુધારણા, ખાતાકીય પરીક્ષા સદંતર રદ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને અગાઉ આ મુદે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી અને ગત તા 5 માર્ચના રોજ માસ સીએલ અને ધરણા, 7 માર્ચથી ઓનલાઈન તથા ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર કરવા છતાં આ પડતર પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી જેથી કરીને 18 માર્ચથી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરશે.

