મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાવણિયા ગામે ભાડાના મકાનમાંથી દારૂ મળ્યા બાદ હવે મકાન માલિક સામે ગુનો નોંધાયો


SHARE









માળીયા (મી)ના વાવણિયા ગામે ભાડાના મકાનમાંથી દારૂ મળ્યા બાદ હવે મકાન માલિક સામે ગુનો નોંધાયો

માળીયા તાલુકાના વાવાણિયા ગામે દારૂની રેડ કરી હતી અને જે મકાન ભાડે આપવામાં આવ્યું હતું તેમાંથી દારૂ મળી આવેલ હતો અને મકાન માલિકે મકાન ભાડે આપ્યું હોવા અંગેની માહિતી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આપી ન હતી અને ઓનલાઇન એપ્લિકેશનમાં પણ તેની વિગતો આપી ન હતી જેથી કલેકટરના જાહેરનામાના ભંગ સબબ હાલમાં મકાન માલિક સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના વાવાણિયા ગામે રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ મકાનમાં ત્રણ દિવસ પહેલા એલસીબીની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો જેથી આ બાબતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો ત્યારબાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને જે મકાનમાંથી દારૂ મળી આવ્યો હતો તે મકાન ભાડે આપવામાં આવ્યું હોય મકાન માલિકે મકાન ભાડે આપ્યું છે તે અંગેની ઓનલાઇન એપ્લિકેશનમાં કે પોલીસ સ્ટેશનમાં કોઈપણ પ્રકારની જાણ કરેલ ન હતી જેથી કરીને જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ સબ હાલમાં મકાનમાલિક લાખાભાઈ હીરાભાઈ વિરડા (38) રહે. હાલ વાવડી રોડ રામપાર્ક મોરબી મૂળ રહે. વવાણીયા વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મૂળ યુપીનો રહેવાસી ચંદન કુશવાહ (21) નામનો યુવાન હળવદ હાઇવે રોડ ઉપર ઇરોક્ષ કંપનીના ગેટ સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ્ય ખાતે લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News