ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના 3 ડિવિઝનમાં પ્રમુખ બનવા માટે 7 આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા


SHARE

















મોરબી સિરામિક એસો.ના 3 ડિવિઝનમાં પ્રમુખ બનવા માટે 7 આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા

મોરબી સિરામિક એસો.ના જુદા જુદા ડિવિઝન પૈકી ત્રણ ડિવિઝનના વર્તમાન પ્રમુખોની માર્ચ મહિનામાં મુદત પૂરી થાય છે જેથી નવા પ્રમુખની વરણી કરવા માટે થઈને ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને જુદાજુદા ત્રણેય ડિવિઝન માટે કુલ મળીને 7 આગેવાનો દ્વારા ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે.

ન માત્ર મોરબી પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતનું સૌથી મોટું એસો. એટલે કે મોરબી સિરામિક એસો.ના વર્તમાન પ્રમુખો પૈકી જુદા જુદા ત્રણ ડિવિઝનના પ્રમુખોની મુદત માર્ચ મહિનામાં પૂર્ણ થઈ રહી છે ત્યારે આગામી સમય માટે નવા પ્રમુખની વરણી કરવા માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તેના માટે થઈને પ્રમુખ બનવા કેટલાક આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હોવાની માહિતી જાણવા મળી રહે છે. હાલમાં સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબી સિરામિક એસો.માં કુલ ચાર ડિવિઝન છે જેમાં વિટ્રીફાઇડ એસો., ફલોર ટાઇલ્સ એસો., વોલ ટાઇલ્સ એસો. અને સેનેટરીવેર એસો.નો સમાવેશ થાય છે અને વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયાની હજુ એક વર્ષ સુધી મુદત ચાલુ છે જોકે અન્ય ત્રણ પ્રમુખોની આ માર્ચ મહિનામાં મુદત પૂરી થઈ રહી છે.

ત્યારે નવા પ્રમુખની વરણી કરવા માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને હાલમાં મોરબી વિટ્રીફાઈડ એસો. માટે અનિલભાઈ વડાવીયા, સુરેશભાઈ સરવા અને મનોજભાઈ એરવાડીયા દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવેલ છે જ્યારે ફ્લોર ટાઇલ્સ એસો.માં હિતેશભાઈ પેથાપરા અને સંદીપભાઈ કુંડારીયાએ ઉમેદવારી પત્ર ભરેલ છે તો સેનેટરીવેર એસો.માં પ્રમુખ પદ માટે ચિરાગભાઈ કડીવાર અને ચેતનભાઇ પટેલ દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હોવાનો જાણવા મળેલ છે અને આગામી 23મી માર્ચ સુધી ઉમેદવારી પત્ર પાછું ખેંચવા માટેનો સમય આપવામાં આવ્યો છે અને જો ઉમેદવારી પત્ર પાછા ન ખેંચાય તો ચૂંટણી યોજવામાં આવશે અને ત્યારબાદ મોરબી સિરામિક એસો.ના જુદા જુદા ત્રણ ડિવિઝનના પ્રમુખો જાહેર થશે.




Latest News