મોરબી સિરામિક એસો.ના 3 ડિવિઝનમાં પ્રમુખ બનવા માટે 7 આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા
મોરબીના વીસીપરામાં એસપીની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ અને વાહન ચેકિંગ કરાયું
SHARE









મોરબીના વીસીપરામાં એસપીની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ અને વાહન ચેકિંગ કરાયું
સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોનું હિટ લિસ્ટ બનાવવા માટે તેને રાજ્ય પોલીસ વડા દ્વારા આદેશ કરવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચ તાલુકાની અંદર અવારનવાર મારામારી, દારૂ વિગેરે જેવા ગુનાઓમાં સંડાવાયેલા અસામાજિક તત્વોનું હીટ લિસ્ટ બનાવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે અને મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં અવારનવાર દારૂ, મારામારી વિગેરે જેવા ગુનાઓમાં સંડાવેલા 165 જેટલા અસામાજિક તત્વોનું હીટ લિસ્ટ તૈયાર કરી લેવામાં આવ્યું છે અને મંગળવારે સાંજે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર એસપી રાહુલ ત્રિપાઠીની આગેવાની હેઠળ ડીવાયએસપી પી.એ. ઝાલા તેમજ પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓ અને 100 જેટલા કર્મચારીઓની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું
