મોરબી સિરામિક એસો. દ્વારા ગેસના ભાવમાં ઘટાડો-વેરા સમાધાન યોજના માટે કેબિનેટ મંત્રીને રજૂઆત
મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટન કેસમાં આરોપીનો નિદોર્ષ છુટકારો
SHARE









મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટન કેસમાં આરોપીનો નિદોર્ષ છુટકારો
મોરબીની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને જુદીજુદી કોર્ટના ચૂકડાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવા માટેનો આદેશ કરેલ છે.
આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ ફરીયાદી ભરતભાઈ કારાભાઈ બાલસએ આરોપી રોહીતભાઈ ચતુરભાઈ સામે ઘી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ૫,૦૦,૦૦૦ રૂપિયા પુરા લેણી રકમ મેળવવા નામદાર ચીફ કોર્ટમાં ચેક રીર્ટન થયા અંગેની ફરીયાદ કરેલ હતી. ત્યારબાદ આ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી તરફે મોરબીના યુવા વકીલ અલ્પેશ પી. હાલપરાએ કોર્ટમાં પુરાવાઓ તથા હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સાથે રાખી ધારદાર દલીલો કરી હતી. જે દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપી રોહીતભાઈ ચતુરભાઈ હાલપરાને નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. જે કેસમાં આરોપી તરફે યુવા વકીલ અલ્પેશ પી. હાલપરા તથા સુરેશ આર. વાધાણી રોકાયેલ હતા.