મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

જાહેરનામુ પ્રસિદ્ધ: મોરબીની શાળાઓમાં લેવાશે ગુજકેટની પરીક્ષા


SHARE

















જાહેરનામુ પ્રસિદ્ધ: મોરબીની શાળાઓમાં લેવાશે ગુજકેટની પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત કોમન એન્ટ્રેસ ટેસ્ટ (ગુજકેટ) - ૨૦૨૫ ની પરીક્ષા આગામી તા. ૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૬:૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં અડચણ ન આવે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર મોરબી ખાતે ગુજરાત કોમન એન્ટ્રેસ ટેસ્ટ (ગુજકેટ) - ૨૦૨૫ ની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં ૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૬:૦૦ કલાક દરમિયાન ગેરરીતિ કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં. પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી. ઉપરાંત નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે.

ગુજરાત કોમન એન્ટ્રેસ ટેસ્ટ (ગુજકેટ) - ૨૦૨૫ ની પરીક્ષા મોરબીમાં શ્રી એસ.વી.પી કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, ધી વી.સી.ટેક હાઇસ્કુલ, વી.સી.ફાટક પાસે, શ્રી ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, નવયુગ વિદ્યાલય, કન્યા છાત્રાલય પાછળ, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, નિલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, નિર્મલ વિદ્યાલય, કેનાલ પાસે - રવાપર રોડ, સાર્થક વિદ્યાલય, ઉમા વિદ્યાલય, ઉમા ટાઉનશીપ પાસે, દોશી એમ.એસ. & ડાભી એન.આર. હાઈસ્કુલ પંચાસર રોડ બાયપાસ, શ્રીમતી એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કુલ,વી.સી. ફાટક પાસે સહિતના સ્થાનો પર લેવામાં આવશે ત્યાં આ જાહેરનામાનું પાલન કરવાનું રહેશે.




Latest News