હવે રો-મટીરીયલના સપ્લાયરો મેદાનમાં: મોરબીના સિરામિક કારખાનાઓમા ફસાયેલા નાણાં કઢાવવા માટે બાકીદારોની યાદી બનાવીને સીટને અપાશે મોરબી ઈન્ચાર્જ કલેક્ટર જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠક યોજાઈ મોરબીમાં સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં વાવડી રોડે આવેલ પીએચસીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબી: આગામી ૨૧ થી ૨૫ જુલાઈ દરમિયાન ૩૫ ગામોમાં નાણાકીય સમાવેશ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાશે મોરબીમાં CONCOR નું નવા ગતિ-શક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત થવા તૈયાર: સ્થાનિક ઉદ્યોગોકારો સાથે મિટિંગ યોજાઇ મોરબી ગાયત્રી પરીવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી ખાતે સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શાળાના 236 બાળકોને દાતાઓના સહયોગથી સ્કૂલબેગ અર્પણ
Breaking news
Morbi Today

વાંકાનેર: વતનમાં મકાન બનાવવા માટે રૂપિયાના ન હોય યુવાને ઝેરના પારખા કરતા મોત


SHARE

















વાંકાનેર: વતનમાં મકાન બનાવવા માટે રૂપિયાના ન હોય યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને તેના વતનમાં મકાન નવું બનાવવું હતું જો કે, પૈસા ન હોવાથી ટેન્શનમાં આવી જઈને આર્થિક સંકળામણના કારણે પોતે વાડીની ઓરડીની અંદર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપી ના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામની સીમમાં યાસીનભાઈ હુસેનભાઈ ભોરણીયાની વાડીની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા રૂપસિંગ કીરૂભાઈ ભુરીયા (34)એ વાડીની ઓરડીની અંદર કપાસમાં છાંટવાની જેવી દવા પી લઈને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનનું તેના વતનમાં ચોમાસામાં મકાન પડી ગયેલ હતું જેથી નવું મકાન બનાવવું હતું જો કે, રૂપિયા ન હોવાથી ટેન્શનમાં આવી જતા આર્થિક સંક્રમણના કારણે તેણે વાડીની ઓરડીની અંદર ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News