નશાખોરનો આતંક: મોરબીના સનાળા પાસે ડમ્પરના ચાલકે સર્જ્યો અકસ્માત: કન્ટેનર-કારમાં નુકસાન મોરબીનો ઘોડાધ્રોઇ ડેમ રૂલ લેવલ સુધી ભરાઈ જતાં એક દરવાજા ખોલ્યો: 10 ગામને એલર્ટ કર્યા મોરબીના ટીંબડી પાસે પાણીના નાળામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત મોરબી નવયુગ ગ્રુપ ઓફ કોલેજના તમામ પ્રોફેસરો માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ સેમીનારનું આયોજન મોરબી નજીક કારખાનાના કવાટરમાં પરિણીતાએ કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું મોરબીના જેપુર ગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની હડફેટે ચડી જતાં યુવાનનું મોત હળવદમાં રેઢા પડેલા એક્ટિવામાંથી 10 બોટલ દારૂ-20 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીના ચંદ્રેશનગરમાં ઘરમાંથી 37 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: જામસર ચોકડીએથી 22 બોટલ દારૂ સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ પાસે સ્પાની ઓફિસમાં હાજર રહેલ મહિલાને લાફા-લાકડીથી માર માર્યો: 6 શખ્સ સામે ફરિયાદ


SHARE

















મોરબીના બેલા ગામ પાસે સ્પાની ઓફિસમાં હાજર રહેલ મહિલાને લાફા-લાકડીથી માર માર્યો: 6 શખ્સ સામે ફરિયાદ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં સ્પાની ઓફિસની અંદર એકદમ દરવાજો ખોલવામાં આવેલ હતો ત્યારબાદ ત્યાં હાજર રહેલ મહિલાને લાફા મારવામાં આવ્યા હતા અને અન્ય પાંચ શખ્સોએ ત્યાં આવીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને લાકડી વડે મહિલાને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપી ના ઈન્દોરના રહેવાસી અને હાલ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે નેક્ષા સ્પાની ઓફીસમાં રહેતા આઈશાબેન અનીશભાઈ ખાન (35) નામની મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મેહુલ ઠાકરશીભાઈ માકાસણા, મેહુલ જયેશભાઈ આચાર્ય રહે. બંને બેલા તથા અન્ય ચાર અજાણ્યા શખ્સો આમ કુલ છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, બેલા ગામની સીમમાં આવેલ નેક્ષા સ્પાની ઓફીસમાં મેહુલ માકાસણાએ એકદમ આવીને દરવાજો ભટકાડતા ફરિયાદી મહિલાએ તેને ના પડી હતી જેથી તે બાબતનો ખાર રાખીને ફરિયાદી મહિલાને લાફા મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ મેહુલ આચાર્ય અને અન્ય ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને ફરિયાદી મહિલાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને મેહુલ માકાસણાએ લાકડી વડે ફરિયાદી મહિલાને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે જે અંગેની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.






Latest News