વાંકાનેરના રાતાવિરડા નજીક કારખાના પાસે ટ્રક કન્ટેનરની પાછળના ભાગે અંતિમ પગલુ ભરીને યુવાને આયખુ ટુંકાવ્યુ
SHARE









વાંકાનેરના રાતાવિરડા નજીક કારખાના પાસે ટ્રક કન્ટેનરની પાછળના ભાગે ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાના પાસે ટ્રક કન્ટેનરના ચાલકે કન્ટેનરની પાછળના ભાગમાં જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં ગાંધીધામ કચ્છ આર્કેડ ખાતે સિવાય લોજિસ્ટિકમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતા દિનેશસિંહ ગોવિંદસિંહ રાવત (27) એ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં લોસેરો સીરામીક કારખાના પાસે પોતે પોતાની જાતે ટ્રક કન્ટેનર નંબર જીજે 12 બીઝેડ 8594 માં પાછળના ભાગે જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની દિલીપભાઈ દલસાણીયા (51) રહે. રવાપર રોડ વિદ્યુત પાર્ક સોસાયટી સ્વર્ગ એપાર્ટમેન્ટ 503 મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

