મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં મહિલાએ કોઇ કારણસર જીવન ટુંકાવ્યુ : લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મીત્ર સાથે છેતરપીંડીના ગુનામાં બે આરોપીને નિર્દોષ છોડવા કોર્ટનો હુકમ


SHARE









મોરબીમાં મીત્ર સાથે છેતરપીંડીના ગુનામાં બે આરોપીને નિર્દોષ છોડવા કોર્ટનો હુકમ

મોરબીની કોર્ટમાં મિત્ર સાથે છેતરપિંડીનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીઓના વકીલે કરેલ દલીલો અને રજૂ કરેલા પુરાવા તેમજ ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ છોડવા માટેનો કોર્ટે હુકમ કરેલ છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી સદામ હબીબભાઈ મોવર અને લલીતભાઈ નારાયણભાઈ રાઠોડે તેના મીત્ર સાથે છેતરપીડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ હતી જેથી કરીને આરોપી સદામ હબીબભાઈ મોવર અને લલીતભાઈ નારાયણભાઈ રાઠોડ વિરુધ્ધ મોરબીની ચીફ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતી. ત્યાર બાદ મોરબી ચીફ કોર્ટમાં કેસ ચાલી જતાં આ ગુનામાં આરોપીઓને નિર્દોષ છોડવા માટેનો કોર્ટે હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી સદામ હબીબભાઈ મોવર તરફે મોરબીના યુવા વકીલ સુરેશ આર.વાધાણી અને મીતરાજસિંહ જાડેજા તથા આરોપી લલીતભાઈ નારાયણભાઈ રાઠોડ તરફે યુવા વકીલ આશિષ ડી.ચાવડા રોકાયેલ હતાં. અને બંન્ને આરોપીઓના વકીલો દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો રજૂ કરતાં મોરબીની ચીફ કોર્ટ દ્રારા આરોપીને નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપીઓ તરફે મોરબીના વકીલ આશિષ ડી.ચાવડા, મીતરાજસિંહ કે જાડેજા, સુરેશ આર.વાધાણી તથા બી.સી.વૈષ્નાણી રોકાયેલ હતાં.




Latest News