મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં થયેલ નાણાકીય વ્યવહારની આઇટી વિભાગ દ્વારા તટસ્થ તપાસ થાય તો મોટો ધડાકો થવાના એંધાણ


SHARE













મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં થયેલ નાણાકીય વ્યવહારની આઇટી વિભાગ દ્વારા તટસ્થ તપાસ થાય તો મોટો ધડાકો થવાના એંધાણ

મોરબીના વજેપર ગામે આવેલ સર્વે નંબર 602 વાળી જમીનમાં કૌભાંડ કરવામાં આવ્યું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, આ કૌભાંડની ફરિયાદ નોંધાઈ તેને 13 દિવસ જેટલો સમય થઈ ગયેલ છે પરંતુ આજ દિવસ સુધી કોઈ આરોપી પકડાયેલ નથી અગાઉ આ કેસની તપાસ એ ડિવિઝનના પીઆઇ કરતાં હતા જો કે, ગણતરીના દિવસો પહેલા જ આ તપાસ મોરબીના ડીવાયએસપીને સોંપવામાં આવેલ છે ત્યારે અધિકારી સૂત્રોમાં થઈ રહેલ ચર્ચા મુજબ જો આ જમીન કૌભાંડ માટે કરવામાં આવેલ નાણાકીય વ્યવહારોની તપાસ આઇટી વિભાગ દ્વારા કરવામાં આવે તો ભવિષ્યમાં મોટો ધડાકો થવાના એંધાણ દેખાઈ રહ્યા છે કેમ કે, જે મહિલા દ્વારા બોગસ વારસદાર બનીને જમીનનું વેચાણ જે શખ્સને કરવામાં આવ્યું છે તે શખ્સ દ્વારા રૂપિયા બેન્ક મારફતે આપવામાં આવેલ છે જો કે, રૂપિયા જયારે મહિલાને આપવામાં આવ્યા ત્યાર પહેલા જ જમીન લેનારના ખાતામાં મોટી રકમ આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને ત્યાર બાદ મહિલાને જમીનની અવેજમાં તે રકમ આપવામાં આવી હતી અને જે રકમ મહિલાને આપેલ હતી તેનો મહિલાએ શું ઉપયોગ કર્યો અને કોને આપેલ છે તે વિગતો સામે આવશે ત્યારે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.

મોરબીમાં વજેપર સર્વે નંબર 602 વાળી જમીન કે જે બેચર ડુંગરના નામથી રેવન્યુ રેકર્ડ ઉપર નોંધાયેલ છે તે જમીન હડપ કરી લેવા માટે કૌભાંડ કરવામાં આવ્યું હતું અને તેમાં અનેક લોકોની સંડોવણી હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી ત્યારે ભોગ બનેલ પરિવાર દ્વારા હાઇકોર્ટ અને સરકાર સુધી પોતાની રજૂઆતો કરવામાં આવી ત્યાર બાદ બોગસ આધાર પુરાવા આધારે વારસદાર બનેલ મહિલા તથા તે મહિલા દ્વારા જે વ્યક્તિને જમીનનું વેચાણ કરવામાં આવ્યું છે તે આમ કુલ મળીને બે વ્યક્તિ સામે નામ જોગ ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લેવામાં આવી છે અને અન્ય આરોપીઓને છાવરવા તથા બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેઓ આક્ષેપ ફરિયાદ લેવામાં આવેલ  છે તે દિવસથી જ ફરિયાદી દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર જમીન કૌભાંડમાં મોરબીના પ્રાંત અધિકારી ઉપર પણ ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે અધિકારી કેમ મૌન છે ? તે સૌથી મોટો સવાલ છે.

સૂત્રોના કહેવા મુજબ 1959 થી બેચર ડુંગરના નામથી વજેપર સર્વે નંબર 602 વાળી જમીન રેવન્યુ રેકર્ડમાં છે અને આ જમીનમાં કોઈ અન્ય વારસદારની એન્ટ્રી પાડેલ ન હોવાથી તેનો લાભ લઈને કૌભાંડ આચરવા માટે થઈને કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી કારણકે જ્યારે જમીનના મૂળ માલિકના દીકરા ભીમજીભાઇ બેચરભાઈ નકુમ તથા દેવકણભાઈ બેચરભાઈ નકુમ અને પૌત્ર કરમશીભાઈ અજાભાઈ નકુમ તથા છગનભાઈ હીરાભાઈ નકુમ દ્વારા જ્યારે વાંધા અરજી વારસાઈ નોંધ સામે રજૂ કરવામાં આવી હતી અને તે વાંધા અરજીના કામે બંને પક્ષેથી જુદાજુદા તારીખ સમયમાં મરણના દાખલા રજૂ કરવામાં આવ્યા હતા જો કે તેની પ્રાંત અધિકારી દ્વારા કેમ ખરાઈ કરવામાં આવી ન હતી અને બંને પક્ષેથી વિવાદિત જમીનની જે ચતુર દિશા દર્શાવવામાં આવી હતી તેમાં પણ વિસંગતતા હતી તો પણ તેની રેવન્યુ વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી પાસે સ્થળ તપાસ કરીને કેમ ખરાઈ કરાવવામાં આવી નહીં તે પ્રશ્ન ભલભલાને વિચારતા કરી દે તેવો પેચીદો પ્રશ્ન છે જેનો જવાબ ખુદ અધિકારી પાસે પણ નથી.

અત્રે ઉલેખનીય છે કે, જે મહિલા શાંતાબેન બેચરભાઈ ડાભી દ્વારા ભીમજીભાઇ નકુમની માલીકીની જમીનમાં બોગસ આધાર પુરાવા અને રેકર્ડ આધારે વરસાઈ કરાવવામાં આવેલ છે તેણે તરઘરી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયાને જમીન 86.70 લાખમાં વેચાણ કરી દિધેલ છે અને તેનો દસ્તાવેજ પણ તાત્કાલિક કરી દેવામાં આવેલ હતો જો કે, તે દસ્તાવેજની વેચાણ નોંધને કલેક્ટરમાં કરવામાં આવેલ અપીલમાં સ્ટે આપવામાં આવ્યો છે જેથી કરીને પ્રાંત અધિકારી દ્વારા રદ્દ કરવામાં આવેલ છે. ત્યારે જે મહિલાએ આ જમીનનું વેચાણ કર્યું હતું અને તેની સામે તેણે રોકડેથી તેમજ બેન્ક મારફતે જે રૂપિયા આપવામાં આવેલ છે તે નાણાકીય વ્યવહારની આઇટી વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો આગામી દિવસોમાં આ જમીન કૌભાંડને લઈને મોટો ધડાકો થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. કેમ કે, સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ મહિલાને જમીન વેચાણની સામે અવેજમાં જે રકમ કયાંથી આવેલ છે અને પછી તે મહિલાએ તે રકમનું શું કર્યું છે તેનો ખુલાસો થશે એટ્લે દૂધનું દૂધ અને પાણીની પાણી થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.




Latest News