મોરબી સેનેટરીવેર એસો. ના પ્રમુખ પદે અજયભાઈ મારવાણિયા
SHARE







મોરબી સેનેટરીવેર એસો. ના પ્રમુખ પદે અજયભાઈ મારવાણિયા
મોરબી સિરામિક એસો.ના જુદા જુદા ડિવિઝન પૈકી ત્રણ ડિવિઝનના પ્રમુખ માટે ચૂંટણી જાહેર કરવામાં આવેલ છે અને તેમાંથી ફલોર ટાઇલ્સ એસો. અને વિટ્રીફાઈડ એસો.ના પ્રમુખના નામ અગાઉ જાહેર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આજે સેનેટરીવેર એસો. ના પ્રમુખ પદે અજયભાઈ મારવાણિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
મોરબી સિરામિક એસો.ના નવા પ્રમુખની વરણી કરવા માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને ટ્રેડના પ્રમુખ બનવા માટે આગેવાનોએ ફોર્મ ભરેલ હતા તેઓને સાથે બેસાડીને ઇલેકશન નહીં પરંતુ સિલેકશન કરવામાં આવે તેવું આયોજન આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે પહેલા ફલોર ટાઇલ્સ એસો.ના પ્રમુખ પદે સંદીપભાઈ કુંડારીયા અને ત્યાર બાદ વિટ્રીફાઈડ એસો.ના પ્રમુખ પદે મનોજભાઈ એરવાડીયાનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું જો કે, સેનેટરીવેર એસો.ના પ્રમુખના નામની જાહેરાત કરવાની બાકી હતી પરંતુ આજે સેનેટરીવેર એસો.માં પ્રમુખ પદ માટે જે આગેવાનોએ ઉમેદવારી પત્ર ભરેલ હતા તેમાંથી અજયભાઈ મારવાણિયાનું નામ પ્રમુખ પદ માટે સિલેકશન કરીને ફાઇનલ કરવામાં આવેલ છે. તેવી માહિતી મોરબી સેનેટરીવેર એસો.ના પૂર્વ પ્રમુખ કિરીટભાઇ પટેલ પાસેથી મળેલ છે.
