રાજકોટથી મોરબી એસટી બસમાં આવેલ મહિલાનું માલ ભરેલ ઝબલું લઈ જનારને પરત આપવા વિનંતી
મોરબી ઔદીચ્ય વિદ્યોતેજક મંડળની જનરલ બોર્ડ મિટિંગ યોજાશે
SHARE







મોરબી ઔદીચ્ય વિદ્યોતેજક મંડળની જનરલ બોર્ડ મિટિંગ યોજાશે
મોરબી ઔદીચ્ય વિદ્યોતેજક મંડળની જનરલ બોર્ડ મિટિંગ આયોજન કરવામાં આવ્યું છે અને આગામી 29 માર્ચના રોજ સાંજે 5:00 વાગ્યે શનાળા રોડે આવેલ દવે પંચોલી વિદ્યાર્થી ભુવન 12- શક્તિ પ્લોટ ખાતે યોજાશે આ મિટિંગ તમામ આજીવન સભ્યો માટે મહત્વની છે.
મોરબી ઔદીચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા દર વર્ષે યોજાતી જનરલ બોર્ડ મિટિંગનું આગામી તા 29 ના રોજ આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મંડળના તમામ આજીવન સભ્યોએ હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે અને અને મિટિંગમાં હાજરી અનિવાર્ય છે તેવું જણાવ્યુ છે. આ જનરલ બોર્ડની મિટિંગના મુખ્ય એજન્ડામાં કેટલાક મહત્વના નિર્ણયો, નવા ટ્રસ્ટી મંડળ, હોદ્દેદારોની વરણી, વર્ષ દરમિયાન થયેલા કામકાજ અને ભવિષ્યની યોજનાઓ અંગે વહીવટી અને આર્થિક બાબતોની ચર્ચા કરવામાં આવશે જેથી કરીને મંડળના તમામ આજીવન સભ્યોને આ મિટિંગમાં હાજરી આપવા અનુરોધ કર્યો છે.
