મોરબીમાં રામ નવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા માટે સનાતન હિન્દુ સમાજનું આયોજન
SHARE







મોરબીમાં રામ નવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા માટે સનાતન હિન્દુ સમાજનું આયોજન
આગામી તા 6/4/2025 રવિવાર સાંજે 4:00 વાગે રામ જન્મ ઉત્સવ એટલે કે રામ નવમી નિમિતે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને શોભાયાત્રાની સાથે આ વર્ષે પણ વિવિધ ફ્લોટ્સ રાખવામા આવશે અને શોભાયાત્રામાં સનાતન હિન્દુ સમાજના લોકોને જોડાવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે.
વધુમાં આયોજકે જણાવ્યુ હતું કે, આ શોભાયાત્રા સામાકાંઠે સર્કિટ હાઉસ પાસેથી શરૂ કરવામાં આવશે ત્યાર બાદ હાઉસિંગ બોર્ડ મહારાણા પ્રતાપ સર્કલ, પાડાપુલ ઉપર થઈને શહેરમાં આવશે અને રાજમાર્ગો ઉપર ફરીને દરબારગઢ રામ મહેલ મંદિરે ખાતે શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવશે. ત્યાં મહાઆરતી સર્વે સનાતન હિંદુ સમાજ દ્વારા કરવામાં આવશે અને મહાપ્રસાદનું કંસારા સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રામાં હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજનો ભવ્ય અને દિવ્ય રથ બનાવવામાં આવશે અને જે રામ જન્મભૂમિમાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું તેવું જ એક મંદિર પણ શોભાયાત્રામાં રાખવામા આવશે. વધુમાં મોરબીના દરેક રોડ અને ચોકમાં આ શોભાયાત્રાનું દરેક જ્ઞાતિ સમાજના લોકો, આગેવાનો વેપારીઓ સહિતનાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. અને શહેરના રસ્તાઓને પણ શણગારવામાં આવશે. અને કોઈપણ સનાતન હિન્દુ સમાજ દ્વારા કોઈપણ જગ્યાએ સ્વાગત કરવાનું હોય અને સ્ટોલ રાખવાના હોય તો તેમણે કમલેશભાઈ બોરીચાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.અને વધુ માહિતી માટે મોબાઈલ ન્મબર 9099010005 અને 9228117617 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે. અને શોભાયાત્રામાં સહયોગ આપવા માટે નેવિલભાઈ પંડિત 9429471701, હિતુભા ઝાલા.9825219269, દીપેશભાઈ 9825067275 અને બકુલભાઈ કાવર 9898219839 નો સંપર્ક કરવા માટે આયોજકોએ કહ્યું છે.
