મોરબીમાં ઘર નજીક પગપાળા ચાલીને જતા સમયે પડી ગયેલા વૃદ્ધનું મોત મોરબીની મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 190 થી વધુ લોકોએ કર્યું રક્તદાન મોરબીના મહેન્દ્રનગર ગામે રક્તદાન કેમ્પ યોજાયો: નિવૃત શિક્ષકે કર્યું ૫૭ મી વખત રક્તદાન મોરબી જિલ્લાના વાહનોના નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીમાં દુકાને નાસ્તો લેવા ગયેલ બાળકી સાથે અડપલા કરનાર બેશર્મ વૃદ્ધની અટકાયત મોરબીના રવાપર ગામના સરપંચ પતિની જમીન પચાવી પાડવાનારાઓની સામે પગલાં લેવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ મોરબીના ખાખરાળા ગામે બાઇક અકસ્માત બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીમાં મિલકત વેરો વસૂલ કરવા 2073 મિલકતધારકોને વોરંટની બજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી નજીક દારૂના કટીંગ સમયે એલસીબીની રેડ, દારૂની નાની 3456 બોટલો સાથે 39 લાખથી વધુનો મુદામાલ કબજે: આરોપીઓની શોધખોળ


SHARE















મોરબી-જેતપર રોડ પીપળી ગામ નજીક ઇંગ્લીશ દારૂનું કટીંગ ચાલુ હતુ ત્યારે એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 3456 બોટલ દારૂ જેની કિંમત 3,45,600 થયા છે અને ટ્રક સહિત કુલ મળીને 39,05,404 નો મુદામાલ કબજે કર્યો છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.

જાણવા મળતી માહિતી મુજબ એલસીબીના સુરેશભાઇ હુંબલ અને જિજ્ઞાશાબેન કણસાગરાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, મહેદ્રનગર આઇ.ટી.આઈ.ની સામે જી.ઈ.બી પાછળ રહેતા ઉદયભાઇ જોરૂભાઈ કરપડા એ એક ટાટા ટ્રેઈલર નંબર- આરજે 36 જીબી 3434 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે અને હાલે મોરબી જેતપર રોડ પીપળી ગામ નજીક આવેલ મનીષ કાંટા પાસે શિવ કોમ્પલેક્ષની પાછળ આવેલ માર્ક સીરામીક રો-મટીરીયલ્સ નામની ઓફીસની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં ટ્રક ટ્રેલરમાંથી ઇંગ્લીશ દારૂ અલગ અલગ વાહનોમાં ભરી અને ઇંગ્લીશ દારૂનું કટીંગ કરનાર છે જેથી એલસીબીની ટીમ હકીકતવાળી જગ્યાએ તાત્કાલીક ગઇ હતી અને દારૂની રેઇડ કરતા ત્યાંથી ટ્રક ટ્રેઇલર તથા એક ઇનોવા ફોર વ્હીલ કાર નંબર જીજે 6 કેએચ 2435 મળી આવતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી મોરબી એલસીબી ટીમે પીપળી ગામ નજીક ઇંગ્લીશ ઘરૂનું કટીંગ થાય તે પહેલા ઇંગ્લીશ દારૂની બોટલો 3456 જેની કિંમત 3,45,600, 41 ટમ સફેદ માટી તથા અન્ય મુદામાલ મળી કુલ 39,05,404 નો મુદામાલ કબજે કર્યો છે. જો કે, કોઇ આરોપી પકડાયેલ નથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ટાટા ટ્રક ટ્રેઇલર નં. આરજે 36 જીબી 3434 ના ચાલક, ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર ઉદયભાઈ જોરૂભાઈ કરપડા રહે મોરબી હળવદ રોડ આઇ.ટી.આઇ.ની સામે જી.ઈ.બી.ની પાછળ મહેંદ્રનગર મોરબી, ઇંગ્લીશ ઘરૂનો જથ્થો મોકલનાર તથા તપાસમાં ખુલ્લે તે તમામ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News