માળીયા (મી)ના વાધરવા ગામની સીમમાંથી 150 લિટર દેશીદારૂ-3600 લિટર આથો ઝડપાયો, બે આરોપીઓની શોધખોળ
SHARE







માળીયા (મી)ના વાધરવા ગામની સીમમાંથી 150 લિટર દેશીદારૂ-3600 લિટર આથો ઝડપાયો, બે આરોપીઓની શોધખોળ
માળીયા મીયાણા તાલુકા પોલીસે નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે વાધરવા ગામની સીમમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 150 લિટર દેશીદારૂ અને 3600 લિટર દેશીદારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો જેથી પોલીસે મુદામાલ કબજે કરેલ છે જો કે, આરોપી હાજર મળી આવેલ નથી જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને ડીવાયએસપી પી.એ.ઝાલાની સૂચના મુજબ માળીયા તાલુકા પીઆઇ આર.સી. ગોહિલ અને તેની ટિમ કામ કરી રહી છે ત્યારે પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમા હતા ત્યારે બીપીનભાઇ પરમાર તથા રાયમલભાઇ નાનજીભાઇને હકીકત મળી હતી કે, માળીયા મીંયાણાના વાધરવા ગામની સીમમાં આરોપી આરીફભાઇ અબ્દુલભાઇ સામતાણી તથા નવઘણભાઇ જુગાભાઇ દેગામા રહે. બન્ને ચીખલી વાળાની દેશીદારૂની ભઠ્ઠી ચલાવે છે જેથી કરીને ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 150 લિટર દેશીદારૂ અને દેશી દારૂ બનાવવાનો આથો 3600 લીટર મળી આવેલ હતો જેથી કરીને કુલ મળીને 1.20 લાખનો મુદામાલ કબજે કરેલ છે જો કે, રેડ કરી હતી ત્યારે આરોપી આરીફભાઇ અબ્દુલભાઇ સામતાણી અને નવઘણભાઇ જુગાભાઇ દેગામા સ્થળ ઉપર હાજર ન હતા જેથી તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

