હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં બહુચર્ચિત 602 જમીન કૌભાંડનો મુદ્દો જીલ્લા સંકલનની બેઠક ગુંજ્યો: વધુ એક કૌભાંડની ધારાસભ્યની હાજરીમાં કલેક્ટરને રજૂઆત


SHARE









મોરબીમાં બહુચર્ચિત 602 જમીન કૌભાંડનો મુદ્દો જીલ્લા સંકલનની બેઠક ગુંજ્યો: વધુ એક કૌભાંડની ધારાસભ્યની હાજરીમાં કલેક્ટરને રજૂઆત

મોરબીમાં કલેક્ટર કચેરી દર મહિને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે શનિવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના ત્રણ ધારાસભ્યઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ તમામ સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે આ બેઠકમાં મોરબીમાં બહુચર્ચિત 602 જમીન કૌભાંડનો મુદ્દો ગુંજ્યો હતો અને તે ઉપરાંત વધુ એક જમીન કૌભાંડની ધારાસભ્યની હાજરીમાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠકનું જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્યો દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને કાંતિભાઈ અમૃતિયા, ડીડીઓ જે.એસ.પ્રજાપતિ, ડીવાયએસપી સમીર સારડા, ડીઆરડીએ એન.એસ. ગઢવી સહિતના તમામ સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં જિલ્લા સંકલન સમિતિના વિવિધ પત્રકોની સમીક્ષા કરવામાં આવી હતી.

ત્યાર બાદ ધારાસભ્યઓ દ્વારા રાજકોટ-મોરબી રૂટમાં બસની સંખ્યા વધારવા સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં કોઈ અધિકારીઓ નાંણાકીય ઉચાપાત ન કરે તથા સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે બાબત ઉપર ભાર મૂકી અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત પદાધિકારીઓ દ્વારા કલેક્ટરને કરવામાં આવી હતી. ત્યારે જનહિત માટે રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અન્વયે કાર્યક્ષમ કામગીરી કરવા જિલ્લા કલેક્ટરએ વહીવટી તંત્રના તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

વધુમાં તેમણે મચ્છુ-2 ડેમના દરવાજા રીપેર કરવા બાબતે પણ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા તેમજ જિલ્લાના પદાધિકારીઓએ મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ અન્વયે કરવામાં આવેલી તૈયારીઓ અને ઉત્કૃષ્ટ કામગીરી બાબતે વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રજાહિત તેમજ જનકલ્યાણકારી કામગીરીની પણ સરાહના કરી હતી. વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં મોરબીમાં બહુચર્ચિત વજેપર સર્વે નંબર 602 જમીન કૌભાંડનો મુદ્દો ગુંજ્યો હતો અને ફરિયાદીની ફરિયાદ પછી પોલીસે શું કાર્યવાહી કરી તે સહિતના સવાલો કરવામા આવ્યા હતા અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ધારાસભ્ય દ્વારા સૂચના આપવામાં આવી હતી

આ ઉપરાંત મોરબીના માધાપર ગામે આએલ સર્વે નંબર 149 અને 207/7 વાળી માલિકીનું જમીનમાં કૌભાંડ કરવામાં આવ્યું છે જેથી કરીને જમીનના માલિકને સાથે રાખીને કલેક્ટરને આ બાબતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ભોગ બનેલા પરિવારની જમીન તેઓની પાસે જ રહેશે તેની ધારાસભ્ય દ્વારા ખાતરી આપવામાં આવી હતી. વધુમાં ભોગ બનેલા પરિવારે કહ્યું હતું કે, તેઓની વડીલોપાર્જિત જમીન વર્ષોથી મલા દેવજીના નામથી રેવન્યુ રેકર્ડમાં નોંધાયેલ છે અને ખોટા આધાર પૂર્વા ઊભા કરીને આ જમીન મવા (માવજી) દેવજીના નામે કરીને તેની વારસાદી એન્ટ્રી પણ કરી લેવામાં આવેલ છે જે અંગેની અગાઉ રજૂઆત કરી હતી પરંતુ કોઈ કાર્યાવહી કરવામાં આવી ન હતી જેથી ધારાસભ્યની હાજરીમાં કલેક્ટરને તમામ પુરાવાઓ આપીને રજૂઆત કરવામાં આવેલ છે. જો કે, તેઓને ન્યાય કયારે મળશે તે તો આગામી સમય જ બતાવશે.




Latest News