વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૬થી ૨૦ એપ્રિલ સુધી પ્રવેશબંધી
મોરબીમાં રોડ સેફ્ટી કમિશ્નર એસ.એ.પટેલની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
SHARE
મોરબીમાં રોડ સેફ્ટી કમિશ્નર એસ.એ.પટેલની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
મોરબીમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રોડ સેફ્ટી કમિશ્નર એસ.એ.પટેલની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં જિલ્લામાં માર્ગ અકસ્માતોથી થતા મૃત્યુની સમીક્ષા કરી જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ ના અંતે નિર્ણીત થયેલ બ્લેક સ્પોટ પર રોડ એન્જિનિયરિંગને લગતા જરૂરી સુધારા કરવા સૂચનો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સગીર વયના વિદ્યાર્થીઓને વાહન ચલાવતા અટકાવવા યોગ્ય કાર્યવાહી કરી નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા કેળવાય તે માટે જરૂરી પગલાં લેવા ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૪ માં માર્ગ અકસ્માતોમાં ૧૮ % ઘટાડો જોવા મળ્યો છે. અને વર્ષ ૨૦૨૨ માં ૨૩૫ માર્ગ અકસ્માતોની સામે વર્ષ ૨૦૨૪ માં ૧૯૧ માર્ગ અકસ્માતો નોંધાયા છે, જેથી માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ બેઠકમાં કલેક્ટર કે.બી. ઝવેરી, ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, એસપી રાહુલ ત્રિપાઠી સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.