મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાનો પીછો કરી પજવણી કરનારા બે શખ્સની ધરપકડ


SHARE













મોરબીમાં સગીરાનો પીછો કરી પજવણી કરનારા બે શખ્સની ધરપકડ

મોરબીમાં આવેલ નાની બજારમાં વિસ્તારમાંથી જતી સગીરાનો ડબલ સવારી બાઇકમાં આવેલ શખ્સો દ્વારા પીછો કરીને પજવણી કરવામાં આવી રહી હતી અને તેને સ્પર્શ કરવા પ્રયત્ન કર્યો હતો જેથી સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી એ ડિવિઝન પોલીસે તાત્કાલિક બે આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નાની બજાર વિસ્તારમાં સગીરા પગપાળા ચાલીને જઇ રહી હતી ત્યારે બાઈક નંબર જીજે 36 એજી 1385માં આવેલ બે શખ્સ દ્વારા સગીરાનો પીછો કરીને તેની પજવણી કરવામાં આવી રહી હતી અને સગીરાનો સ્પર્શ કરવાની કોશીષ કરવામાં આવી હતી. જેથી ભોગ બનેલ સગીરાની માતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં મોરબી એ ડિવિઝન પીઆઈ રાકેશ એસ. પટેલ અને તેની ટીમે આરોપી ઉમંગ કાંતિલાલ ભેંસદડિયા (25) રહે. રાધે ક્રિષ્ના પેલેસ રવાપર રોડ મોરબી અને પાર્થ રમેશભાઈ ડાંગરોસિયા (30) રહે. હરિઓમ પાર્ક ઘૂટું મોરબી વાળાની ધરપકડ કરી હતી અને બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને બંનેને જેલ હવાલે કરવામાં આવેલ છે.

ખનીજ વિભાગની કાર્યવાહી
મોરબીમાં માઇન સુપરવાઇઝર વી.એચ.કંદોઈ દ્વારા શહેરના સામાકાંઠે આવેલ કુબેર ટોકીઝ પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાં તા.૨૯-૩ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં નીકળેલ ડમ્પર નંબર જીજે ૧૩ એએકસ ૧૯૫૪ ને અટકાવવામાં આવ્યું હતું.તેમાં ફાયર કલે ખનીજ ભરવામાં આવેલું હોય અને તેના ચાલક જીતાભાઈ હરજીભાઈ કુકાવા રહે.રાજગઢ તા.વાકાનેર પાસે વાહનમાં ભરાયેલ ખનીજના આધાર પુરાવા અને પાસ પરમિટ માંગવામાં આવ્યા હતા.જે તેની પાસે ન હોય દંડ વસૂલવાની કાર્યવાહી માટે વાહનને જપ્ત કરી મોરબી બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું.


યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસે ઘુંટુ રોડ ઉપરના અનિલ સિરામિક પાસેથી પગપાળા જઈ રહેલ વિકાસ વિજેન્દ્રસિંહ (૨૧) રહે.દોલતપુરા બલિયા ઉત્તરપ્રદેશ હાલ મોરબી ને અજાણ્યા બાઈકના ચાલકે ટક્કર મારતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને અત્રે આયુષ હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે અનુપમ સોસાયટીમાં આવેલ રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા પિયુષભાઈ શાંતિલાલ જગાણી નામનો ૪૦ વર્ષનો યુવાન સેવા સદન પાસેથી બાઈક લઈને પસાર થતો હતો.ત્યાં રસ્તામાં તેનું વાહન સ્લીપ થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.






Latest News