મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ગંભીર બીમારીથી પીડાતી દીકરીની મદદ માટે તેના ઘરે પહોચ્યા ડીવાયએસપી પી.એ.ઝાલા


SHARE







મોરબીમાં ગંભીર બીમારીથી પીડાતી દીકરીની મદદ માટે તેના ઘરે પહોચ્યા ડીવાયએસપી પી.એ.ઝાલા

મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં રહેતી માધુરી લાલજીભાઈ સોલંકી (30) નામની દિકરીને AVN નામક ગંભીર બિમારી છે. જેથી તે હાલ પથારીવશ છે. અને તેની સારવાર માટે અંદાજિત 15 લાખથી વધુ ખર્ચ થાય તેમ છે જેથી કરીને દીકરીના પરિવારે લોકોની પાસેથી આર્થિક મદદ મળે તેના માટે અપીલ કરી હતી દરમ્યાન મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાને આ અંગેની જાણ થતાં મોરબી જિલ્લા  ભાજપ અનુસૂચિત જાતિ મોરચોના પ્રમુખ બાબુભાઈ પરમારની સાથે માધુરીબેન લાલજીભાઈ સોલંકીના ગહરે ગયા હતા અને આ દીકરીની ખબર પૂછી હતી અને મોરબી જિલ્લા પોલીસ વતી આ દીકરીની સારવાર માટે પરિવારને મદદ કરી હતી અને આ પરિવાર ઉપર આવી પડેલ અણધારી આફતમાં પરિવારને શક્ય તેટલી તમામ મદદ કરવાની તેઓએ ખાતરી આપેલ હતી. અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું જેથી કરીને દીકરીના પરિવારજનો અને બાબુભાઇ પરમારે ડીવાયએસપીનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં રહેતી માધુરી લાલજીભાઈ સોલંકી નામની દિકરીને AVN નામક ગંભીર બિમારી થય છે. જેથી તે હાલ પથારીવશ છે. ત્યારે દિકરીને સારવાર માટે અંદાજિત 15 લાખથી વધુ ખર્ચ માટે મદદ માટે અપિલ કરી છે. ત્યારે મોરબીના પત્રકારોએ પોતાના માધ્યમમાં આ દિકરીના બિમારી અંગેના સમાચાર પ્રસારિત કરતા અત્યાર સુધીમાં માધુરીબેન સોલંકીને રૂ.2.80 લાખ જેટલી મદદ મળી ચુકી છે. આ દિકરીની બિમારી અંગેના સમાચાર પ્રસારિત થતા ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસે પણ આ દિકરીને મદદ કરીને માનવતા દર્શાવી છે.

મોરબીમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા પ્રતિપાલસિંહ ઝાલાએ આજે બિમારી પીડીત માધુરીબેન સોલંકીને આજે ઘરે જઈને રૂબરૂમાં ખબર અંતર પુછ્યા હતા. તેમજ પરિવાર પર આવી પડેલી અણધારી આફતમાં આ પરિવારને શક્ય બને તેટલી મદદ કરવા ખાત્રી આપી હતી. તેમજ આ દિકરીને આર્થિક મદદ કરીને મોરબી જિલ્લા પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ તકે મોરબી જીલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર પણ દિકરીની મુલાકાત સમયે હાજર રહ્યા હતા. અને દિકરીને મદદ કરવા બદલ મોરબી જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ દિકરીને વધુ મદદ માટે આ દીકરીના પિતાના મોબાઈલ નં.9712829037, બેંક એકાઉન્ટ નંબર 193212010001885, બેંકનું નામ union Bank of India, IFSC Code: UBIN0819328, ખાતેદારનું નામ સોલંકી માધુરીબેન લાલજીભાઈ અને  ગુગલ પે નંબર 9512007760 છે.






Latest News